________________
બંધના પ્રકારો ૭૯
જ રીતે, હાથનાં આંદોલનોની અસર આખા શરીરના આત્મપ્રદેશો ઉપર પણ થાય છે. અને તે પ્રદેશો પણ કાંઈક વધારે આંદોલિત થાય છે, કારણ કે આત્મપ્રદેશો સાંકળના અંકોડા પ્રમાણે જાણે ગોઠવાયા હોય. તેથી એક ભાગની અસર તે જ સમયે બધા આત્મપ્રદેશો ઉપર ઓછા-વધારે પ્રમાણમાં થાય છે.
તેની ખાતરી કરવી હોય, તો તમે જે વખતે પથ્થર ઊંચક્યો તે વખતે જેમ તમારો હાથ ધ્રૂજતો હતો, તેમ આખું શરીર પણ થોડુંઘણું ધ્રૂજતું હતું. પગ પણ ધ્રૂજતા હતા, હોઠ બિડાયા હતા, અને તમે હોઠ પીસતા હતા. એકંદર તે વખતે તમારે “ઘણું જ બળ કરવું પડતું હતું.” તેમ જ માથું પણ કાંપતું હતું. શરીરની આવી રીતે અનેક ક્રિયા થતી હતી. તે ઉપરથી આત્મપ્રદેશો પણ અનેક રીતે આંદોલિત થયા હતા, એમ ચોક્કસ સમજાશે. પરંતુ
૩. “જે ભાગમાં બળ વધારે પડતું આવતું હોય ત્યાં કંઈક વધારે યોગ પ્રવર્તે છે. અને બીજે ઓછાવધારે પ્રમાણમાં પ્રવર્તે છે.”
આવી રીતે “જે સમયે જે આત્મપ્રદેશોમાં જેવાં આંદોલનો—જે યોગસ્થાનકો હોય, તેના પ્રમાણમાં જ, તે તે આત્મપ્રદેશો જયાં હોય, ત્યાં જ જે જે કાર્મણવર્ગણા હોય, તેમાંથી આત્મા સાથે તે જ સમયે, જેમા પાણીમાં રંગ મિશ્રિત થઈ જાય, તેમ આત્મપ્રદેશોમાં તે કાર્મણવર્ગણા મિશ્રિત થઈ જાય છે, આનું નામ બંધ કહેવાય છે–કર્મબંધ કહેવાય છે.”
આવી રીતે બીજે સમયે–જે જે કાર્મણવર્ગણા આવે, તે પણ આવી જ રીતે આત્મપ્રદેશોમાં મિશ્રિત થઈ જાય; અને પહેલા સમયમાં જે કાર્મણવર્ગણા મિશ્રિત થઈ મળી ગઈ હતી, તેની સાથે, તે સમયના યોગસ્થાનકના બળ પ્રમાણે ચોંટી જાય છે. એટલે
૪. “કોઈ પણ યોગસ્થાનકને લીધે આવેલી કાર્મણવર્ગણા, આત્મામાં–પાણીમાં રંગની પેઠે, લોઢાના ગોળામાં અગ્નિની પેઠે, મિશ્રિત થાય છે, અને અગાઉની કામણવર્ગણા કર્મ સાથે તે જ યોગસ્થાનકના બળના પ્રમાણમાં ચોંટી જાય છે. તેવી જ રીતે, ત્રીજે સમયે યોગસ્થાનકના બળ