________________
પાઠ ૧૮મો
સંગ્રહ
દુનિયામાં જે કોઈ વિવિધતા-વિચિત્રતા, ફેરફાર, જુદાઈ વગેરે જોઈએ છીએ, તેનું કાંઈ પણ કારણ હોવું જ જોઈએ. એ કારણની શોધમાં અનેક વિદ્વાનોએ, સંશોધકોએ, મહાપુરુષોએ, તત્ત્વવેત્તાઓએ, સાઈન્ટિસ્ટોએ પ્રયત્ન કર્યો છે. પરંતુ આ ચોપડીમાં સમજાવવામાં આવતી હકીકત તમને ચોક્કસ, સાચી અને સમજવા જેવી લાગશે
દુનિયામાં તપાસ કરતાં જડ અને લાગણીવાળી ચૈતન્યવાળી એ બે ચીજોના વર્ગમાં દરેક વસ્તુઓની વિચિત્રતાઓનો સમાવેશ થાય છે.
લાગણી યુક્ત-કાયદેસર હિલચાલ-વર્તન-ચલાવનાર વસ્તુઓને આત્મા કહીએ છીએ. અને લાગણી રહિત-ચૈતન્ય રહિત-વસ્તુઓને જડ કહીએ છીએ. લાગણીઓનું ઊંડાણથી પૃથક્કરણ કરતાં તે ઉત્પન્ન કરનારા આત્મા પદાર્થને માન્યા વિના ચાલતું જ નથી.
આપણે જે જે જડ વસ્તુઓ જોઈએ છીએ, તે દરેકના ભાગ પડી શકે છે, અને છેવટના ભાગનું નામ પરમાણુ છે.
પરમાણુઓ એકઠા થઈ અંધ બને છે, અને સ્કંધોની વણાઓ બને છે. અને વર્ગણાઓની મહાવર્ગણાઓ બને છે.
તેમાંથી જ, આપણે જે જોઈએ છીએ, તે બધી જડ વસ્તુઓ બનેલી હોય છે.
પરંતુ, કઈ ચીજ ? કેવી રીતે બને છે? કઈ વર્ગણાની બને છે ? એ વગેરે સૂક્ષ્મ વિચાર આગળના ભાગોમાં સમજાવીશું.