________________
૨૨૪ કર્મ-વિચાર ભાગ-૩
૫. આયુષકર્મ -અનાદિ અનંત સ્થિતિનું આવરણ કરે છે
અને જુદી જુદી ગતિનું આયુષ આપે છે. ૬. નામકર્મ
-સિદ્ધાવસ્થા વગેરે ઘણા ગુણોને ઢાંકે છે. ગતિ જાતિ વગેરે સામગ્રીના ઠાઠમાં જીવને સંડોવી રાખે છે, અર્થાત્ તે તે સગવડો .
પ્રમાણે નમાવે છે–તેવો તેવો બનાવી દે છે. ૭. ગોત્રકમ
-સમસ્થિતિ ઢાંકે છે. અર્થાત્ ઉચ્ચ નીચા
વ્યવહારને યોગ્ય જીવને બનાવે છે. ૮. અંતરાયકર્મ -અનંત દાનાદિ શક્તિઓને ઢાંકે છે ને
દાનાદિકમાં નિર્બળતા ઉત્પન્ન કરે છે. આ દરેક મૂળ પ્રકૃતિ અને તેની પેટા પ્રકૃતિઓની કંઈક વિગતવાર વ્યાખ્યાઓ આપવી ઠીક પડશે. તોપણ દરેક બાબત અહીં બહુ વિસ્તારથી સમજાવી શકાશે નહીં. માટે વચ્ચે વચ્ચે શંકા કરવાનું હાલ મુલતવી રાખજો. તેના ખુલાસા વળી કોઈ વખત કરીશું.
૧. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાન–વસ્તુના વિશેષ સ્વભાવોને જાણવાની જીવની એક પ્રકારની શક્તિ .
તેને ઢાંકનાર કર્મ, તે જ્ઞાનાવરણીયકર્મ. તેના પાંચ પ્રકાર છે. ૧. મતિજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૩. અવધિજ્ઞાનાવરણીય ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય ૫. કેવળજ્ઞાનાવરણીય.
મતિજ્ઞાન–પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી વિષય મર્યાદામાં આવતા પદાર્થોના વિશેષ ધર્મનું જ્ઞાન કરવાની શક્તિ.
શ્રુતજ્ઞાન-કાન સિવાયની ઇંદ્રિય તથા મનથી મતિ જ્ઞાનમાં જાણવામાં આવેલા પદાર્થના શબ્દનું ભાન અને કાનથી સાંભળેલા શબ્દથી થયેલા મતિ જ્ઞાનથી તે શબ્દના અર્થનું ભાન થવું તે.