________________
૧૦૪ કર્મ-વિચાર ભાગ-૨
કર્મોના નિકાચિત બંધાયેલા બંધ ઉપર ભવિષ્યમાં કોઈપણ કરણની અસર થતી નથી
બંધ સમયે રસબંધ વગેરેનાં જે નિયમનો નક્કી થયા હોય, તે જ પ્રમાણે બરાબર અવશ્ય ફળ ભોગવવું જ પડે છે.
બંધનકરણ, નિદ્ધતકરણ, અને નિકાચનાકરણ એ ત્રણ કરો કર્મબંધ થતી વખતે સંભવે છે એટલે કર્મબંધ થતી વખતે કોઈ વાર બંધન કરણ હોય તો સામાન્ય કર્મબંધ થાય, નિદ્ધતકરણ હોય, તો નિદ્ધતકર્મબંધ થાય, ને નિકાચનાકરણ હોય તો નિકાચિતકર્મબંધ થાય. પૂર્વે બાંધેલાં કર્મોના પણ નિદ્ધત અને નિકાચિત બંધ થઈ જાય છે.
૪. બંધ થયા પછી કોઈ એવી જાતના અધ્યવસાયસ્થાનક અને યોગનું બળ લાગે, જેથી અમુક એક ભાગના પ્રદેશો, તેની જ જાતના બીજા અમુક ભાગના કર્મમાં ભળી જાય અને પછી પ્રકૃતિ, સ્થિતિ, રસ વગેરે પણ બીજા ભાગના જ ગણાય.
જેમકે“હસવું લાવનાર હાસ્ય-કર્મનો ભાગ આનંદ-રતિ આપનાર કર્મના ભાગ સાથે ભળી જાય, તો ત્યારપછી, તેનું નામ હસવું લાવનાર હાસ્ય કર્મ ન કહેવાય. કેમકે–હસવું લાવનાર કર્મનો ભાગ મટી જ ગયો છે. કેમકે-તે આનંદ આપનાર કર્મ સાથે ભળી ગયેલ છે. એ બન્નેયનું નામ આનંદ આપનાર કર્મ કહેવાય અને તેનું ફળ પણ ભવિષ્યમાં આનંદરૂપે જ ભોગવવાનું રહેશે, પરંતુ હસવું આવે, એ રીતે ભોગવાશે નહિ.
આવી રીતે, એક કર્મ બીજા કર્મમાં ભળી જાય, તો તેનું નામ સંક્રમ થયો કહેવાય છે. અને જે યોગ અને અધ્યવસાયના બળથી એ રીતે પરસ્પર સંક્રમ થાય, તેનું નામ સંક્રમણકરણ કહેવાય છે.
સંક્રમણકરણના બળથી, કર્મના આ ભાગના પ્રદેશો, સ્થિતિ કે રસ આ ભાગમાં મળી જાય, એટલે એની પ્રકૃતિ પણ આ થઈ જાય. તેથી આ ભાગમાં આ મળી જવાથી, અની વિદ્યમાનતા જ નષ્ટ થાય છે, અને બધાનું નામ આ પડી જાય છે. અને ફળ પણ આનું જ મળે છે. આવો ફેરફાર સંક્રમણકરણ નામના યોગ અને અધ્યવસાયના બળથી થાય છે.