________________
નામકર્મ ૨૧૭
૪ લાલવર્ણ નામકર્મ. શ્યામ વર્ણ નામકર્મ.
પીતવર્ણ નામકર્મ. લીલા(નીલ)વર્ણ નામકર્મ. ૧ દુરભિગંધ નામકર્મ. ૪ અસ્લ(ખાટો)રસ નામકર્મ.
કષાય(તુરો)રસ નામકર્મ. તિક્ત(તીખો)રસ નામકર્મ.
કટુ(કડવો)રસ નામકર્મ. ૭ ભારેસ્પર્શ નામકર્મ.
ખર(ખડબચડો)સ્પર્શ નામકર્મ. શીતસ્પર્શ નામકર્મ. ચીકણો સ્પર્શ નામકર્મ. ઉષ્ણસ્પર્શ નામકર્મ. રુક્ષસ્પર્શ નામકર્મ.
હળવો સ્પર્શ નામકર્મ. ૧ ઉપઘાત નામકર્મ.
૧ અયશ નામકર્મ. ૧ અપર્યાપ્ત નામકર્મ. ૧ અનાદેય નામકર્મ ૧ જિન નામકર્મ.
૧ દુવર નામકર્મ. ૧ ઉદ્યોત નામકર્મ.
૧ દુર્ભગ નામકર્મ કુલ ૪૮ પ્રકૃતિ ઉમેરવાની થઈ. ૩૦ પહેલાંની, એમ ૭૮ પ્રકૃતિ કુલ થઈ.
આ રીતે એક મનુષ્યની અપેક્ષાએ સામાન્ય રીતે કયાં કયાં નામક હોય, અને બધા મનુષ્યોને હિસાબે-પાપી તથા પુણ્યવાન કે મહાપુરુષોની અપેક્ષાએ કયાં કયાં નામકર્મો હોય? તે બતાવ્યાં.
આ વાત આપે વચ્ચે કરી. પરંતુ જીવ ઉત્પન્ન થાય છે. તે જ વખતે નામ કર્મો મદદ કરી રહ્યાં છે. તે દરેક કેવી કેવી રીતે મદદ કરે છે ? તે વાતમાં ઠીક રસ પડતો હતો. તે વાત અધૂરી મૂકીને વચ્ચે આ વાત કરી. પરંતુ પાછી એ વાત શરૂ કરો તો ઠીક પડે.