________________
પાઠ ૧લો
જગતની વિચિત્રતા અને તેનાં કારણો જાણવાની ઇચ્છા
મહાશય ! વિદ્યાર્થી બંધુઓ !
તમે કોઈ વખત હસો છો? રડો છો ? માંદા પડો છો ? લહેરમાં આવી જઈ મનમાં આનંદ અનુભવો છો? તમને કોઈ વાર બીક લાગી છે? કે વહાલાના વિયોગે શોકાતુર થયા તો એવું તમને યાદ છે ? અને એનાં મૂળ કારણો જાણો છો ?
ના, જી !
લૂલાં, લંગડાં, બહેરાં, અભિમાની, મહાચતુર, ભીખ માગતા ભિખારી, દાન આપતા શેઠ શાહુકાર, રાજા, મહારાજા, ને મજૂર તરીકે જીવન ગાળતા મનુષ્યો તમે જોયા છે ?
હા, જી ! ઘણાયે.
તમારું શરીર કેવું દેખાવડું છે? તમે સારો પોષાક મેળવી શક્યા છો, તમારું કદ જોઈએ તેવું માપસર ઊંચું છે. તમારું મોં દરેકને ગમે તેવું છે, વારુ ! તમે એવા પણ માણસો જોયા હશે, કે જેઓ કાળા, કદરૂપા, ઠીંગણા અને ગંદા હોય છે. તેની સામે જોવાનું કે તેમની સાથે બોલવાનું પણ ઘણાઓને ગમતું નથી.
હા, એવું પણ ઘણી વખત જોવામાં આવે છે.
ઉપર કહેલી ઘટનાઓ મનુષ્યોના જીવનમાં તમે જુઓ છો. એટલું જ નહિ, પરંતુ તેવા જુદા જુદા બનાવોથી દુનિયામાં અનેક જાતની