________________
૪ કર્મ-વિચાર ભાગ-૧
“વિચિત્રતા” પણ જુઓ છો કે ?
એ “વિચિત્રતા” શાથી હશે ? તેનું “કારણ” કાંઈ સમજો છો? ના.
તમારા શરીર તરફ એક વખત નજર કરો–આંખકાન, નાક, હાથ, પગ, મોં, પેટ વગેરે કેવાં છે ? તેનો ખ્યાલ કરો. એવાં બીજે ક્યાંય તમે જુઓ છો ?
હા, અરે ! દરેક માણસને મારા જેવાં જ હાથ, પગ, વગેરે છે. કયાં કોઈ જાતનો શું છે ?
ઠીક, દરેકના હાથ, પગ વગેરે અવયવો આપણે જોઈએ છીએ, તે કયા કારખાનામાં બન્યા હશે ? તેનું કારખાનું તમે ક્યાંય જોયું છે ?
ના.
એ શેમાંથી બનાવ્યા હશે? કઈ વસ્તુની મેળવણીથી બનાવ્યા હશે ? કોણે એ મેળવણી કરી હશે ? ઘાટ સરખા થાય, અને તે દરેક અવયવો વળી સૌ સૌના ઠેકાણે ગોઠવાઈ જાય, એવી રીતે કોણે બરાબર માપીને ગોઠવ્યા હશે? આંખો પગમાં કેમ ન પેસી ગઈ ? નાક પીઠમાં કેમ નહીં ચોંટી ગયું હોય? જીભ મોઢામાં જ કેમ?
આપણું શરીર જે વસ્તુઓનું બનેલું જણાય છે, તેવી વસ્તુનો પાક કે નીપજ કોઈ દેશમાં થતી હોય, તેવું તમે સાંભળ્યું છે ?
ના !
તમે ખાધેલી રોટલી કયાં જતી હશે? તે જ રોટલી કે તેના ટુકડા કદી તમે ફરીથી જોઈ શકો છો ?
ને કેમ ? તેનું શું થતું હશે ? કાંઈ સમજાતું નથી. ઉપર કહેલાં દરેક બનાવોનાં કારણો તમે જાણતા નથી, છતાં માત્ર