________________
આ વિચારસરણી આપણને ભૂલોની પરંપરાનાં કારણોનાં મૂળ સુધી લઈ જશે, અને ત્યાં આપણા હાથમાં કર્મ સિવાય બીજું કાંઈ આવશે જ નહીં.
જેવી રીતે ભૂલની પરંપરાનો વિચાર કરતાં છેવટે કર્મ સુધી પહોંચવું પડશે, તેવી રીતે એક માણસ સારા દેશ ને સારા કુટુંબમાં જન્મે, અને ઉત્તરોતર તેના જીવનનો વિકાસ થતો જાય, ઉન્નતિ ઉપર ઉન્નતિ થયે જ જાય, તેને સારા સંજોગો મળે જ જાય. તેના મૂળમાં પણ છેવટે કર્મ હાથ લાગ્યા વિના રહેશે જ નહીં.
જોકે આધુનિક વૈજ્ઞાનિકો આવી કોઈ વાત કહેતા નથી. કેમકે હજુ આ વાત તરફ તેઓનું લક્ષ્ય ગયું જ નથી. કારણ કે વિશ્વ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના મૂળ આધારભૂત મુખ્ય પદાર્થ આત્મા જ હજુ તેમના હાથમાં આવ્યો નથી. ત્યાં સુધી તેમનું વિજ્ઞાન એક તો અપૂર્ણ અને પાશેરામાં પહેલી પૂણી જેવું તો છે, અને તેમાં હજુ તેઓને વિજ્ઞાનનો મુખ્ય પદાર્થ આત્મા જ હાથ લાગ્યો નથી. એ સ્થિતિમાં એ જ વિજ્ઞાન ભારતીય તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન આગળ “મેરુ આગળ સરસવ”ની સ્થિતિમાં છે.
આજકાલનાં પ્રચારક સાધનોથી તેની જાહેરાતો ગમે તેટલી મોટા પાયા ઉપર થતી હોય, તેટલા ઉપરથી “તેની પાછળ કોઈ સંગીન ભૂમિકાનો ટેકો છે.” એમ માનવાને કશુંયે કારણ નથી. વાસ્તવિક રીતે આજનું વિજ્ઞાન કેવળ બાલ્યાવસ્થામાં છે. અને તે કદી યુવાવસ્થામાં આવી શકે એવો સંભવ પણ નથી. માત્ર જગતમાં આજે માનવજાતને તે એક જાતની ડખલરૂપ થઈ પડ્યું છે.
વાંદરામાંથી મનુષ્યજાત તરીકેનો વિકાસ ડાર્વિને જાહેર કર્યો છે. અને આજે દરેક નિશાળોમાં એ જૂઠાણું શિખવાડાઈ રહ્યું છે. ગતાનુગતિકતા આજે એટલી બધી વધી ગઈ છે, કે તેને કોઈ રોકી શકતું નથી. ડાર્વિન આજે જીવતો નથી. જીવતો હોત, તો આપણે તેને પૂછી શકત કે –“ભાઈ ! ડાર્વિન ! મનુષ્યમાંથી વિકાસ પામીને કઈ જાતનું પ્રાણી ઉત્પન્ન થશે? તેનો જવાબ તારી પાસે છે ? બાપુ ! જેમ માછલામાંથી દેડકાં, તેમાંથી વાંદરા, તેમાંથી મનુષ્યો થયા. છતાં, તેની પાછળની અને આગળની જાતિઓ