________________
જગતમાં આજે મળે છે. તે પ્રમાણે મનુષ્યની આગળની કોઈ જાત તો બતાવને ભાઈ ! કે “મનુષ્ય થવું એટલે, પ્રાણીજ સૃષ્ટિના વિકાસનો અંત આવવો. એમ તારો અભિપ્રાય છે ? આગળ કશો વિકાસ જ ન થાય ? કે કેમ ?”
આ પ્રશ્નોના તારી પાસે જવાબો છે ? ભાઈ !”
ખરી રીતે તેની પાસે તેના જવાબો જ નથી. એવી જ સ્થિતિ બિચારા ન્યુટનની પણ ઘણે અંશે છે. પરંતુ આજના યુરોપવાસીઓની મનોદશા જ એવી છે કે “આપની કુકસી તે લાપસી અને બીજાની લાપસી તે કુકસી” આ દશામાં તેને સમજાવવા જવાનો કશોયે અર્થ નથી. સુઘરી વાંદરાને શિખામણ આપવા ગઈ અને તેના જેવા હાલ થયા તેવા હાલ આપણા થાય. કારણ કે આજે તેની ગમે તે કારણે બોલબાલા છે.
નહિતર, એક અમેરિકન પ્રખર વિદ્વાને ડાર્વિનની પૂરતી ખબર લીધી છે, અને ટાઢા પહોરના ગપ્પીદાસ તરીકે તેને જાહેર કર્યા છે. ઉપરાંત“કોઈ પણ પ્રાણીજાતિ પોતાની જાતિમાંથી જ વિકાસ પામે છે, માનવ માનવમાંથી વિકાસ પામે છે.” એવો સિદ્ધાંત પ્રમાણભૂત પુરાવાથી સિદ્ધ કર્યો છે. આ વિદ્વાને માત્ર ડાર્વિન સામે બખાળા કાઢ્યા છે, એમ નથી. પણઇતિહાસ, સંશોધન, પ્રવાસ અને વૈજ્ઞાનિક પ્રયોગો વગેરે વિશાળ સામગ્રીને આધારે એ બધું સિદ્ધ કરીને પોતાના વિશાળ ગ્રંથોમાં જાહેરમાં મૂકેલ છે.
છતાં, આપણી નિશાળોમાં તો ડાર્વિન અને એચ.જી. વેલ્સ જેવા તેના અનુયાયીના ગ્રંથોના આધાર ઉપર લખાયેલાં પાઠ્ય પુસ્તકો હવે તો મુંબઈ જેવા શહેરમાં પ્રાથમિક વર્ગોમાં સરકારે ચાલતાં કર્યા છે. આનું પરિણામ એ આવે છે કે, આપણાં બાળકો પહેલેથી જ આપણી પરંપરાનાં સત્યજ્ઞાનથી તદન વંચિત રહેવા પામે છે.
ભારતના દરેક પ્રાચીન દર્શનો કર્મનો તો સ્વીકાર કરતા જ આવ્યા છે. ભારતના દરેક મુખ્ય દર્શનોના સાહિત્યમાંથી કર્મ અને તેની અસરનું પ્રતિપાદન કરનારા અનેક અવતરણો આપણને મળી શકે છે. પરંતુ વિસ્તારભયથી અમે તે અહીં ટાંકતાં નથી.
વેદાનુયાયી વૈદિક સાહિત્યમાં પણ કર્મની વાતો મળે છે અને તે