________________
અધ્યવસાય : લાગણીઓ ૫૭
“બીજા સાઇકલવાળા સાથે અથડાવાથી હું પડી ગયો, બહેન !” મજૂર–“બેન ! ભાઈને પગે બહુ વાગ્યું છે.”
મેં કહ્યું- “સારું થયું, ઘણું સારું થયું.” એમ કહી અકળાઈને હું ઘેર ચાલ્યો ગયો. પથારીમાં સૂતો પરંતુ મોડી રાત સુધી ઊંઘ આવી જ નહીં
સવારમાં કંઈક મોડોયે ઊઠ્યો. જુસ્સો શાંત થયો હતો. ઓરડામાંથી બહાર નીકળ્યો, તેવામાં પરસાળમાં મારી નવી સાઇકલના કકડા પડ્યા હતા, તે જોવામાં આવ્યા. વળી, હૃદયમાં જુસ્સો જાગી આવ્યો. ગઈ કાલનો બનાવ, અને નવી આવેલી સાઇકલ તરફનું મારું આકર્ષણ, હૃદયમાં ફરી પાછા ઊભરાઈ આવ્યાં.”
સાઈકલ ઉપર બહુ કંટાળો આવ્યો, અને કાંઈ પણ ખાધા વિના જ અહીં ચાલ્યો આવ્યો છું.” - “ઓ હો હો !! એમાં જમ્યા વિના ચાલ્યા આવ્યા? આટલો બધો આવેશ રખાય ?”
ચંદ્રકુમાર શરમથી નીચું જોઈ રહ્યો.
ચંદ્રકુમાર યોગ્ય અને પહેલે નંબરે રહેનાર વિદ્યાર્થી હોવાથી બીજા વિદ્યાર્થીઓ પણ આ વાત સાંભળતાં સાંભળતાં કેટલેક અંશે ચંદ્રકુમાર જેવી લાગણીને વશ થતા રહ્યા હતા.
મુદ્દા ૧. આપણને જુદે જુદે પ્રસંગે મનમાં કેવી કેવી લાગણીઓ થાય છે? તેનો
ચિતાર આપવા આ કલ્પિત વાત લખી છે. ૨. લાગણીઓનો ખ્યાલ આવતાં અધ્યવસાય અને તેના અનેક ફેરફારોની
વિદ્યાર્થીઓને કંઈક ઝાંખી થશે, એવી આશા આ કલ્પનાથી રાખી છે.