________________
૨૮૮ કર્મ-વિચાર ભાગ-૩
જીવનશક્તિ આત્માનું જ એક જાતનું સામર્થ્ય છે. આને બીજા શબ્દોમાં પ્રાણ પણ કહેવાય છે અર્થાત્ પ્રાણોનો આધાર આ જીવનશક્તિ ઉપર જ છે.
જીવનશક્તિ એ આત્માનું સામર્થ્ય છે. પણ તે આપણા શરીરમાં જુદી જુદી જીવનક્રિયાઓ દ્વારા દેખાય છે—ણાય છે. તે ન હોય તો, શરીરમાં વૃદ્ધિ થાય છે, તથા બીજા પણ કેટલાક વ્યાપારો ચાલે છે, તે ન ચાલે, અને શરીર બને જ નહીં અથવા અમુક એક સ્થિતિમાં જ પડ્યું રહે.
આપણા શરીરમાં જીવનક્રિયાઓ ચાલે છે, તો આપણે જીવીએ છીએ. જો જીવક્રિયાઓ બંધ પડે તો તે જ વખતે મરણ થાય. જીવનક્રિયાઓ ચલાવનાર જીવનશક્તિ છે. જીવનક્રિયાઓ છ પ્રકારની છે. તેથી જીવનશક્તિ એક છતાં છ પ્રકારે વહેંચાયેલી જણાય છે. એ જીવનશક્તિ તે જ પર્યાપ્ત. અર્થાત્ એક પ્રાણીને જેટલી હદ સુધીની જીવનશક્તિ હોવી જોઈએ, તેટલી સંપૂર્ણ પ્રાપ્ત થાય—પ્રગટ થાય, તો તે જીવ પર્યાપ્ત કહેવાય. અને અપૂર્ણ પ્રાપ્ત થાય, તો તે જીવ અપર્યાપ્ત કહેવાય.
આત્માની પૂર્ણ શક્તિને મર્યાદિત કરવા છતાં અમુક મર્યાદા સુધીની પોતાને યોગ્ય પર્યાપ્ત સ્થિતિ પ્રાપ્ત થાય, તેવી રીતે આત્માની શક્તિને આવરનાર—પર્યાપ્ત જીવનશક્તિ આપનારકર્મ તે પર્યાપ્તનામકર્મ છે. અને જે કર્મ જીવનશક્તિને એટલી બધી હદ સુધી આવરી નાંખે કે જેથી કરીને પોતાની અમુક પરિસ્થિતિમાં (પર્યાપ્ત) જરૂર પૂરતી-જીવનશક્તિ (પર્યાપ્તિ) પણ પ્રાપ્ત ન થવા દે, તે અપર્યાપ્તનામકર્મ અર્થાત્ પર્યાપ્ત નામકર્મ, પર્યાપ્ત જીવનશક્તિ–પર્યાપ્તિ—શેષ રહેવા દે છે કે જેના બળથી પોતાના ચાલુ જીવનને યોગ્ય બધી જીવનક્રિયાઓ ચલાવી શકાય, અને અપર્યાપ્તનામકર્મ, એ જીવનશક્તિને=પર્યાપ્તિને એટલી બધી હદ સુધી ઢાંકી દે છે કે જેથી કરીને માત્ર અમુક જ પ્રમાણમાં જીવનશક્તિ ખુલ્લી રહેવા દે છે, કે જેથી કરીને પોતાને યોગ્ય પૂરેપૂરી જીવનક્રિયાઓ ચલાવી શકાતી નથી.
આ રીતે આ કર્મો આત્માની જીવનશક્તિ ઉપર અસર કરનારા હોવાથી જીવવિપાકી છે એક ઓછી અસર કરે છે, અને બીજું ઘણી જ