________________
૨૫૪ કર્મ-વિચાર ભાગ-૩
છે. જાતિ શબ્દનો શબ્દાર્થ જન્મવું, ઉત્પન્ન થવું એવો થાય છે. જો કે જુદી. પરિસ્થિતિમાં ઉત્પન્ન થવાનું તો નક્કી થયું પરંતુ તેમાંયે અનેક ભેદો હોય છે. ત્યારે ક્યાં ઉત્પન્ન થવું આ પ્રશ્ન થાય છે. આ કર્મ આ પ્રશ્નનો નિકાલ કરે છે. પાંચ મુખ્ય પેટા ભેદોથી માંડીને ઠેઠ વ્યક્તિ સુધી ઉત્પત્તિના સ્થળ જણાવે છે, ને તેના નામો પણ નક્કી કરે છે.
દાખલા તરીકે–તમારે પોતાને હવે પછી ક્યાં ઉત્પન્ન થવું? એ વિશે તમે તમારા પૂર્વભવમાં આ કર્મની ઑફિસમાં અરજી કરી. એટલે પહેલાં તો તમારી તપાસ કરવામાં આવી કે, “તમે અમારા–જાતિકર્મના કાર્યક્ષેત્રમાં છો કે નહીં?” જો તમારો આત્મા તદ્દન નિર્મળ જ હોત તો તો તે કર્મ લાચાર થઈને તમને સંભળાવી દેત કે, “હવે આપ અમારા કાર્યક્ષેત્ર બહાર છો, જયાં બધા નિર્મળ આત્માઓ રહેતા હોય કે પ્રગટ થતા હોય ત્યાં આપ પ્રગટ થાઓ અર્થાત મુક્તિમાં સિધાવો. અમે હવે કશું નહીં કરી શકીએ. પરંતુ જો તેને એમ લાગે કે, “આપ હજુ અમારા કાર્યક્ષેત્રમાં છો.” તો પછી તેના તરફથી નીચે પ્રમાણે લખાઈને હુકમ આવેલો હોવો જોઈએ. “તમે જાતિનામકર્મના કાર્યક્ષેત્રમાં આવી શકો છો. કારણ કે હજુ તમારામાં એવી યોગ્યતા પણ છે કે તમારે ક્યાંક ઉત્પન્ન થવું જોઈએ. અમારા મુખ્ય પાંચ વર્ગ છે. તેમાં ચડતાં ઊતરતા ક્રમ પ્રમાણે યોગ્યતા જોઈને અમારે ઉત્પન્ન થવાનો હુકમ આપવો પડે છે. તમારી યોગ્યતા કેટલેક અંશે સારી ગણાય ખરી, એટલે ઊંચા વર્ગમાં ઉત્પન્ન થવાનો હુકમ અમે આપી શકીએ છીએ.
જો કે હવે પછીનું તમારું જીવન તમારે કયા સ્થળમાં, કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં, કયું અને કઈ જાતનું શરીર ધારણ કરીને વિતાવવાનું છે, તેની રૂપરેખા ગતિનામકર્સે કરી આપી છે જેના નમૂનાની નકલ અમને કર્મના કેન્દ્રમાંથી મળી છે તે આ સાથે સામેલ છે. તેના તરફ ધ્યાન આપીને બીજી કેટલીક તમારી આજ સુધીની પરિસ્થિતિ વિચારીને અમે લખી આપીએ છીએ કે આપે પંચેન્દ્રિયજાતિના વર્ગમાં, મનુષ્ય નામના પ્રાણીવર્ગમાં, આર્ય પ્રજાની ટોળીમાં, ક્ષત્રિય વિશ્લેવર્ણમાં, વીશા જ્ઞાતિમાં, અમુક ગોત્રમાં, અમુક શાખા ધરાવતા કુટુંબમાં, અમુક વડીલના હાથ નીચેના કુટુંબમાં, ઓસવાળ વંશમાં, અમુક વ્યક્તિના અમુક પુત્રની અમુક