________________
૧૬૬ કર્મ-વિચાર ભાગ-૩
ચાખ્યા વિના શી રીતે કહી શકાય ? તોપણ મીઠી કેરીની જેવી ગંધ હોય તેવી આની આવે છે. એ ઉપરથી અનુમાનથી એમ કહી શકાય કે, કેરી મીઠી હશે, મીઠી હોવાનો સંભવ છે.
ચાખો ત્યારે. ચાખું ? હા, હા. ખુશીથી ચાખો.
પરંતુ કેરીને મોએ ન લગાડતા. બસ, હવે કેરી સારી રીતે ઘોળાઈ ગઈ છે. જુઓ, ઉપર રસ આવી ગયો છે. પણ યાદ રાખજો કે તમારે કેરી મોએ લગાડવાની નથી.
ઠીક, ત્યારે આંગળી ઉપર લઈને ચાખીશ. ભલે, તેમ કરો. પરંતુ આંગળી પણ મોંએ ન લગાડશો. તો શી રીતે ચાખું? આંગળીથી. આંગળીથી તો ના ચખાય. ત્યારે શાથી ચખાય ? જીભથી.
કારણ ?
હાથમાં ચાખવાની શક્તિ નથી. જીભમાં તે શક્તિ છે. ઠીક, ત્યારે જીભથી ચાખો. બહુ જ મીઠી છે. કેરીની જાત ઉત્તમ છે. ઘણી જ મીઠાશ છે. આ મીઠાશ કોણે જાણી ? મારા આત્માએ.
તમારો આત્મા તો આંગળીમાં પણ હતો. ત્યારે કેમ ન જાણી શક્યો?
જાણી શક્યો હતો.