________________
શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૫
કારણ ? લાકડામાં ચૈતન્ય નથી. તેથી તે ઓળખી શકતું જ નથી. ત્યારે તમારો હાથ કેમ ઓળખી શકે છે? તેમાં ચૈતન્યવાળો આત્મા છે, તેથી. તેમાંથી તે ચૈતન્યવાળો આત્મા ખેંચી લઈએ તો? તો, તે હાથ કંઈ ન જ સમજી શકે. તે પણ લાકડાના કકડા જેવો જ. ત્યારે કેરીની સુંવાળપ જાણનાર ખરો કોણ ? મારો આત્મા.
વારુ ! ત્યારે મારા હાથમાં લાકડાની આ બે પટ્ટીઓ છે. તેમાં વધારે સુંવાળી કઈ હશે ?
મારા હાથમાં આપો, તો કહું કે–કઈ વધારે સુંવાળી છે.
ના, ના. તમારા હાથમાં તો ન આપું, તમારા આત્માથી જ કહો. જેમ કેરીનો સ્પર્શ તમારા આત્માએ જાણ્યો, તેમ આ કેમ ન જાણે ?
પટ્ટીઓ હાથમાં લીધા વિના તો નહીં જાણી શકે.
તો પછી સુંવાળાપણું જાણનાર ખરો કોણ? તમારો હાથ કે તમારો આત્મા ?
બને મળીને જાણે છે. એક્લો આત્મા પણ ન જાણી શકે, અને એકલો (આત્મા વગરનો) હાથ પણ ન જાણી શકે.
ત્યારે તમે કેરીને સુંવાળી કહો છો તેમાં હાથે કેટલું કામ કર્યું, અને તમારા આત્માએ કેટલું કામ કર્યું. તે જુદું જુદું સમજાવી શકશો ?
- હા, જી. મારો હાથ કેરીને અડક્યો, કેરી ઉપર ફર્યો, ને તેની સાથે રહેલા આત્માએ તે વખતે કેરીની મૃદુતા પારખી લીધી. કેરીને બદલે કારેલું હોત, તોપણ હાથ તો આ રીતે જ અડકત, અને તેના ઉપર ફર્યા કરતે, પરંતુ “ખડબચડું છે” એમ તો આત્મા જ અંદરથી અવાજ આપત.
બરાબર, ત્યારે આ કેરીનો સ્વાદ કેવો છે ?