SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં આત્માનો લાવો ૨૧ આપણે કોઈ કોઈ વાર જોઈએ છીએ, કેમકે તે ભાગ નિર્જીવ-જીવ વિનાનો હોય છે. ખરી વાત ! ખરી વાત ! લાગણીઓ જો શરીરની જ હોય, તો નિર્જીવ ભાગ કપાતાં પણ દુઃખ થવું જોઈએ. કેમકે, શરીરના જ ભાગ છે. શરીર સાથે જોડાયેલા છે છતાં નખના કાળાશ પડતા ભાગ, કે વાળ કતરાતાં જરાયે દુઃખની લાગણી જાગતી નથી. આત્મા સિવાય બીજા કોઈની લાગણી નથી. શરીરમાંથી લાગણીઓ ઉત્પન્ન થાય છે.” એ વાત કોઈ કહે તે તદ્દન ખોટી છે. આ ઉપરથી તમે એ પણ સમજી ગયા હશો કે, “આપણા શરીરમાં આત્મા કેટલી જગ્યામાં ફેલાઈ રહ્યો છે ?” હા, હું બરાબર સમજયો “નખના છેડા, ને નખનું ઉપલું કઠણ પડ, વાળનો બહારનો ભાગ, તથા કેટલાક પોલાણ વગેરે સિવાય આખા શરીરમાં આત્મા ક્લાઈ રહ્યો છે. શરીરની બહાર જરાયે નથી. તેમ જ નાક, કાન, મોટું, વગેરેના પોલાણમાં પણ આત્મા નથી.” નહિતર નાકના કાણામાં વચ્ચે સોય લઈ જતાં જ અણી વાગીને દુઃખવું જોઈએ, પણ એમ કાંઈ થતું નથી. લ્યો, આ મેં મારા મોઢામાં વચ્ચે સોય નાખી કાંઈ થતું નથી. ખાતરી કરવી હોય, તો શરીરમાં ગમે તે ઠેકાણે જરા સોય ભોંકી જુઓ, તુરત તેની ખબર. બસ “જ્યાં જ્યાં ચૈતન્ય હોવાની ખાતરી થાય, ત્યાં ત્યાં બધેય આત્મા સમજવો. અને સોય ભોંકવાથી ત્યાં ત્યાં દુઃખ થશે, આપણા અને પ્રાણી માત્રનાં શરીર અને આત્મા વિશે આમ સમજવું. આત્માની આટલી હકીકત અહીં હવે બસ છે. તેનું લંબાણથી વિવેચન જેટલું કરવું હોય, તેટલું થઈ શકે તેમ છે, પણ તે આગળ ઉપર જરૂર પડશે ત્યાં કરીશું. બહુ સારું, જેવી આપની ઇચ્છા. પણ અહીં એક શંકા મને થાય છે. જો અવસરોચિત હોય, તો સમાધાન કરશો. શી શંકાઓ છે ? નખનો કાળો ભાગ, બહાર દેખાતા વાળ વગેરે વધે તો છે. છતાં
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy