________________
૧૭૮ કર્મ-વિચાર ભાગ-૩
ને કંઈ ફેર તો દરેકમાં રહેવાનો જ.
છતાં શક્તિઓને હિસાબે તપાસ કરીએ તો દરેક સરખા જ છે. પણ તેવી સરખી રીતે હોવાનું કદી બનતું નથી.
વિચિત્ર વાત ! માટે જ આપણે આ પ્રકરણનું નામ “અંતરંગવિચાર” રાખ્યું છે. ૪. આત્મામાં જ્ઞાનશક્તિ છે.
આ શરીર તે જડ છે. તેમાં કશું જાણવાની શક્તિ નથી જ. એટલે “આ મકાન” “આ ઝાડ' આવું જાણનાર તો શરીરમાં રહેલો આત્મા જ છે. એટલે તેમાં જ્ઞાનશક્તિ છે.
૫. આત્મામાં દર્શનશક્તિ પણ છે. વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવાની શક્તિ માટે જૈનશાસ્ત્રકારો દર્શન શબ્દ વાપરે છે અને વિશેષ જાણવાની શક્તિ માટે જ્ઞાન શબ્દ વાપરે છે.
આ હકીકત ન સમજવામાં આવી. ખુલાસાવાર સમજાવશો.
જુઓ. આપણે જે જે વસ્તુઓ જોઈએ છીએ. તેનાં બે સ્વરૂપો છે : સામાન્ય અને વિશેષ.
દાખલા તરીકે—કોઈ અજાણ્યો માણસ આવીને તમારી સામે ઊભો રહે, ત્યારે તમે તેને કયા નામથી બોલાવો ?
અમે નામ ન જાણતા હોઈએ ને શી રીતે નામથી બોલાવીએ ? ત્યારે તમે તેને શું કહો ?
પ્રથમ “કોઈક માણસ છે એટલું તો જાણીએ. પછી જયારે તેને બધું પૂછીએ કે-“ભાઈ ! ક્યાંના છો? ક્યાં જવાના છો? કેમ આવ્યા છો ? તમારું નામ શું છે? ગામ કયું? જાત કઈ? ધંધો કયો ?” ત્યારે માલુમ પડે કે આ અમુક નામના માણસ છે. તે પહેલાં શી રીતે જાણીએ ?
બસ, ત્યારે એ માણસમાં માણસ તરીકેનો સામાન્ય ધર્મ, અને અમુક ગામનો, અમુક નામનો, અમુક જાતનો એ બધા વિશેષ ધર્મો.
સામાન્યધર્મનું જ્ઞાન દર્શનશક્તિથી થાય છે અને વિશેષધર્મોનું જ્ઞાન