SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ પ્રમો મનુષ્યની જીવનસામગ્રી ભાઈ રસિકલાલ ! તમે ગઈ કાલે પ્રાણીઓનું વર્ગીકરણ તો સાધારણ રીતે ઠીક કર્યું હતું. પરંતુ મારા પ્રથમના સવાલનો જવાબ હજુ બાકી છે. તેનો જવાબ આજે તો આપશો ને ? જરૂર આપીશ.. કહો ત્યારે, તમારું નામ રસિકલાલ છે. એટલે કોનું નામ રસિકલાલ છે? તમારા હાથનું નામ રસિકલાલ છે, કે પગનું નામ રસિકલાલ છે ? કે તમારી બુદ્ધિનું નામ રસિકલાલ છે ? તે વિચાર કરીને કહો. મને તો એમ જ લાગે છે કે, મારું આ આખું શરીર તેના અવયવો, મારો આત્મા વગેરે સમગ્ર સામગ્રીનું નામ રસિકલાલ છે. બરાબર, બરાબર. પરંતુ તમારામાં સમગ્ર સામગ્રી કઈ કઈ ને કેટલી છે, અને તે સમગ્ર સામગ્રી તમને ક્યાંથી મળી ? કોણે આપી ? કેવી રીતે ઉત્પન્ન થઈ ? ચંપકલાલમાં પણ તેમાંની કેટલી સામગ્રી છે ને નથી ? તેની સામગ્રીમાં અને તમારી સામગ્રીમાં તફાવતનું કારણ શું ? આ બધા પ્રશ્નો તમને નથી થતા? ખરેખર પ્રથમ તો આ બધા પ્રશ્નો મને નહોતા થતા, પરંતુ હવે એ પ્રશ્નો આપના કહેવાથી મારા મગજમાં ઊભરાવા લાગ્યા છે. પરંતુ તેના જવાબ તમારા મગજમાં ઊભરાય છે કે નહીં ? ના ના. જવાબની બાબતમાં તો મગજ ગૂંચવાય છે. એમાં ગૂંચવણ શી છે ? તમે પહેલા જ ભાગમાં શીખી ગયા છો કે,
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy