________________
પાઠ ૩જો
મનુષ્ય અને ગાય
ઠીક, ઠીક. તમારામાં અને ચંપકલાલમાં અનેક પ્રકારનું સરખાપણું છે તેમ જ અનેક પ્રકારનું જુદાપણું પણ છે. એ બધું તમે વિસ્તારથી સમજાવ્યું છે. ત્યારે હવે સાથે સાથે એટલું પણ સમજાવો કે તમારામાં અને આ ગામમાં શો શો ભેદ છે? અને શું શું મળતાપણું છે?
ગાયમાં અને અમારામાં ઘણુંયે મળતાપણું છે જુઓને. ગાયને શરીર છે તેમાં આત્મા છે. તે ખાય છે. પીએ છે. ચાલે છે. બેસે છે. બોલે છે. તેને કન છે. પગ છે. નાક છે. માં છે. આંખો છે. તે પેશાબ વગેરે શરીરની ક્રિયાઓ પણ કરે છે. પોતાના વાછરડા ઉપર પ્રેમ રાખે છે. મારવા દોડે છે. પોતાના માલિકને ઓળખે છે. કેટલીક ગાયો તો એવી હોય છે, કે પોતાના નિયમિત ખોરાક ઉપરાંત-બીજી ગાયો ખાઈ શકતી હોય છતાં નથી ખાતી, એટલો સંયમ પાળે છે. દોડવામાં ચપળ છે. સાધારણ બુદ્ધિ પણ ધરાવે છે. મારથી ડરે છે. ડચકારાથી આપણી વાત સમજી જઈને બરાબર નિયમિત રહે છે. તેને પેટ, પીઠ, ગરદન વગેરે અવયવો છે. હાડ, માંસ, ચામડી, લોહી વગેરે શરીરનાં તત્ત્વો છે.
બસ બસ, તમારા બન્નેને મળતાપણું તો સમજયા, પણ તમારામાં ને તેમાંનો ફેર કહો.
જી. પરંતુ ફેર બે જાતનો આવશે. એક તો, મારામાં જે વસ્તુ છે તે ગાયમાં નથી અને ગામમાં છે તે મારામાં નથી.
એ પણ વાત બરાબર છે. પ્રથમ તો એ જ કહો કે, તમારામાં છે ને ગાયમાં નથી. ચાલો જલદી કરો.