________________
૧૨૦ કર્મ-વિચાર ભાગ-૨
તરીકે હતા, તેમને તેમ ઓળખાવા લાગ્યા. માટીમાંથી ઘડો બનાવ્યો અને ઘડા તરીકે કામ આપ્યું. ત્યાં સુધી, તેનું નામ ઘડો કહેવાયું. ઘડો ફૂટીને તેનાં ઠીકરાં થયાં, અને તે પણ ભાંગીને માટીમાં મળી ગયાં, એટલે પાછું તેનું નામ માટી હતું, તે ચાલુ થયું. એ પ્રમાણે કાર્યણવર્ગણા જે સમયથી આત્મા સાથે ચોંટી, ત્યારથી તે ઠેઠ કર્મ તરીકેનું ફળ બતાવીને આત્માથી ખરી પડી— નિર્જરી ગઈ—જરી ગઈ, ત્યાં સુધી તેનું નામ કર્મ રહ્યું. તેની પહેલાં અને કર્મ મટ્યા પછી તેનું નામ કાર્યણવર્ગણા રહે છે.
અગિયાર મહિનામાં આવી ઉદયાવલિકાઓ કેટલી થાય ?
ઘણી થાય. ઉદયાવલિકા એટલે શું ? એ તો માલૂમ હશે જ ?
હા, જી ! ઉદયાવલિકા એટલે એક આવલિકા સુધી કર્મની ઉદયમાં આવવાની ક્રિયા ચાલુ રહેવી. આવલિકામાં કેટલો વખત થાય છે ? તે ૧૧ મા પાઠમાં સમજીને અમે યાદ રાખ્યું જ છે.
બરાબર છે. બીજે મહિનેથી શરૂ થયેલી, ને બારમો માસ પૂરો થતાં સુધી ઘણી ઉદયાવલિકાઓ થઈ જાય છે, અને તે બધી ઉદયાવલિકાઓમાં કર્મનો ઉદય ચાલુ જ હોય છે. આ આખા ઉદયકાળને નિષેક કહે છે. બાર મહિનાની સ્થિતિના બાંધેલા કર્મનો એક મહિનો અબાધા કાળનો જાય, ને બાકીના અગિયાર મહિના રહ્યા, તે નિષેક-કાળ—કર્મનો ઉદય કાળ—— કહેવાય.
અહીં એક વાત સમજવા જેવી છે, અને તે એ છે કે, અબાધા કાળમાંથી છૂટેલું કર્મ ઉદયાવલિકામાં પ્રવેશ કરવા એકદમ જોસબંધ ધસે છે, તે વખતે શરૂઆતમાં કર્મનો સૌથી વધારે જોસ-વેગ હોય છે, તેથી પહેલી ઉદયાવલિકામાં કર્મના ઘણા પ્રદેશોનો જથ્થો આવી પડે છે. પછી જેમ જેમ વખત જતો જાય છે, તેમ તેમ તેનો વેગ ઓછો ઓછો થતો જાય છે. છેવટે, બારમા મહિનાની છેલ્લી આવલિકામાં જોસ તદ્દન ઘટી ગયો હોય છે, એટલે કે કર્મનો તદ્દન ઓછો ભાગ–ઓછા પ્રદેશો—તેમાં પ્રવેશ કરે છે.
આ રીતે વિચારતાં, આખા નિષેક દરમ્યાન ઉદયમાં આવેલા કર્મના