________________
પાઠ ૧૩મો
અધ્યવસાય : લાગણીઓ
ભાગ ૧લો
“ચંદ્રકુમાર ! તમારું મો કેમ ઉદાસીન છે ?” કંઈ નહીં..... ! “કેમ” કંઈ નહિ? બોલો, બોલો, શું કારણ છે ?” “સાહેબ !
એક દિવસે મારા બાપુએ કહ્યું હતું કે–“ચંદ્ર ! આ પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈશ, તો, તને એક સાઇકલ અપાવીશ.”
મેં અભ્યાસમાં પૂરતી મહેનત કરી, ને પહેલા નંબરે પાસ થયો, કારણ કે સાઇકલ ઉપર ફરવા જવાનું મને બહુ ગમે છે.
મારા બાપુએ સાઈકલ મંગાવવાનો ઑર્ડર લખી મોકલ્યો. કંપની તરફથી કેટલેક દિવસે જવાબ આવ્યો કે
“આપના ઑર્ડર પ્રમાણે એક અઠવાડિયામાં સાઇકલ રવાના કરાવીશું.”
મારી ઉત્સુકતા વધી.
“થોડા દિવસો પછી છી પી. થી રસીદ મળી, પરંતુ સાઈકલ ન આવી.”
કેમ ? શું થયું ?” “રેલવેવાળાની ભૂલથી ક્યાંક બીજે ચાલી ગઈ. છેવટે કેટલીક