________________
પરમાણુના જથ્થા-ઢગલાઃ વર્ગણા ૩૫
એક એક છૂટા એવા અનંત પરમાણુઓની પહેલી પેટાવર્ગણા થઈ, તે બરાબર યાદ રાખજો .
હવે ૨ જ, પેટાવર્ગણા દુનિયામાં જેટલા યણુક સ્કંધો હોય, તે બધાની એક એકને પાસે પાસે મૂકી કલ્પનાથી એક આખી લાઇન કરો. આ લાઈનમાં પણ અનંત યણુક સ્કંધ આવે છે, તે “યણુક સ્કંધોની બીજી વર્ગણા.”
બાકીની પેટાવર્ગણાઓ એવી રીતે, એક એક પરમાણુ વધારીને વર્ગણાઓ બનાવો. એટલે “અનંત વ્યયુકોની ત્રીજી વર્ગણા.”
અનંત ચતુરણુકોની ચોથી વર્ગણા. અનંત પંચાણુકોની પાંચમી વર્ગણા.
એવી રીતે એક એક પરમાણુ વધારે વધારે હોય, તેવા સ્કંધોની વર્ગણાઓ કર્યું જાઓ. દાખલા તરીકે : ૧. એક એક પરમાણુઓની પહેલી વર્ગણા, જેમાં અનંત પરમાણુઓ છે. ૨. યમુક સ્કંધોની બીજી વર્ગણા, જેમાં અનંત ચણક સ્કંધો છે. ૩. ચણક સ્કંધોની ત્રીજી વર્ગણા, જેમાં અનંત વ્યણુક સ્કંધો છે. ૪. ચતુરણુક કંધોની ચોથી વર્ગણા, જેમાં અનંત ચતુરણુક સ્કંધો છે. ૫. પંચાણુક સ્કંધોની પાંચમી વર્ગણા, જેમાં અનંત પંચાણુક સ્કંધો છે.
આ પ્રમાણે એક એક પરમાણુ વધારતા જઈએ ત્યારે. ૬. અનંત ફડણુક કંધોની છઠ્ઠી વર્ગણા આવે. ૭. અનંત સપ્તાણુક સ્કંધોની સાતમી વર્ગણા આવે.
એમ આગળ ચાલતાં– ૧૦૦ અનંત શતાણુક કંધોની 100મી વર્ગણા આવે.