________________
પાઠ ૮મો
પરમાણુના જથ્થા-ઢગલા : વર્ગણા
એવી રીતે પરમાણુ અને પરમાણુના સંયોગથી બનેલા સ્કંધોના વર્ગ શાસ્ત્રમાં નીચે પ્રમાણે પાડવામાં આવ્યા છે. આ બાબત હાલ અમે સમજાવીએ, તે પ્રમાણે સમજી લેશો. તેમાં કેટલી વાસ્તવિકતા છે ? તે આગળ ચોક્કસ સમજાશે.
પહેલી અગ્રહણયોગ્ય મહાવર્ગણા
વર્ગણા = વર્ગ, ક્લાસ એક એક મહાવર્ગણામાં અનંત પેટાવર્ગણાઓ હોય છે. તે પેટાવર્ગણાઓ કેવી રીતે હોય છે ? તે સમજાવું છું,
૧ લી પેટાવર્ગણા આપણે શીખી ગયા કે “જગતમાં છૂણ્ય છૂટા પરમાણુઓ છે. ને પરમાણુઓ મળીને બનેલા સ્કંધો પણ છે.”
હવે, જગતમાં એક એક છૂટા પરમાણુઓ જેટલા હોય, તે બધા એકઠા કરો, એક એક પરમાણુને પાસે પાસે મૂકી એક આખી લાઇન (હાર) કરો.
[મનથી-કલ્પનાના બળથી લાઇનો કરવી-ખ્યાલમાં લેવી.] એક લાઈનમાં કેટલા પરમાણુ થશે ? અનંત.