________________
બંધ અને કર્મ ૬૫
શરીરના જે જે ભાગમાં આત્મા ગોઠવાઈ ગયો છે, અને જેટલો અવકાશ, (જગ્યા) રોકેલ છે, તે સ્થળે કાર્મણવર્ગણા પણ ભરેલી છે ? કે કેમ ?
હા, જી ! બધેય છે. તેમ ત્યાં પણ છે એ અમે શીખી ગયા છીએ. ૧. આત્મપ્રદેશોનું જે આંદોલન તમે જોયું, તે આંદોલન(યોગ)ના પ્રયોગથી
કાર્મણવર્ગણા આત્માના-પ્રદેશો સાથે ભળે છે. એટલે જેટલા અવકાશમાં–જગ્યામાં આત્મા ફેલાઈને રહ્યો છે, તેટલા જ અવકાશમાં–જગ્યામાં જે કાર્મણવર્ગણાઓ છે, તેમાંની કેટલીક કામણવર્ગણાઓ, યોગને લીધે, આત્મા સાથે દૂધમાં સાકર ભળી જાય છે, તેમ ભળી જાય છે. મોળું દૂધ ગળ્યું થઈ જાય છે, છતાં તેમાં આપણે સાકર નજરે જોઈ શક્તા નથી. તેમાં સાકર ભળી ગઈ હોય છે, તેની તો આપણને ખાતરી જ હોય છે, સાકર ઓછી હોય, તો દૂધ કંઈક શકું લાગે છે. બહુ હોય, તો બહુ જ ગળ્યું લાગે છે. ઓછીવધતી સાકર હોવાનું નજરે ન દેખાતાં છતાં ચાખવાથી તે નક્કી કરી શકીએ
છીએ. ૨. યોગ અનેક જાતનો હોય છે. પરંતુ કેવી જાતના યોગથી કેટલા
પ્રમાણમાં કામણવર્ગણા આત્મપ્રદેશો સાથે ભળે છે ? એ બાબતનું
ચોક્કસ ધોરણ આગળ ઉપર સમજાવીશું. ૩. આવી રીતે, આત્મા સાથે જે સમયે કામણવર્ગણા ભળી, તે સમયથી
તે કાર્મણવર્ગણાનું નામ કર્મ કહેવાય છે. કર્મ શબ્દ જ્યાં આવે, તેનો આ અર્થ સમજવો. જયાં સુધી કાર્મણવર્ગણા આત્મા સાથે ભળી ન હતી. ત્યાં સુધી તેનું નામ કાર્મણવર્ગણા હતું, અને જે ક્ષણે તે આત્મા સાથે ભળી, તે સમયથી જ તેનું નામ કર્મ કહેવાય છે. તથા, જ્યારે તે આત્માથી છૂટી પડશે, ત્યારે પછીના સમયથી તેનું નામ ફરીથી
“કામણવર્ગણા” જ કહેવાશે. કર્મ નામ કહેવાશે નહીં. ૪. આત્મા અને કાર્મણવર્ગણાનો મેળાપ–તેનું જ નામ “બંધ-કર્મબંધ.”
કહેવાય છે. ૫. કામણવર્ગણાનું નામ જે સમયથી કર્મ પડે છે, તે જ સમયે, અને
પછીના સમયમાં પણ, તેના ઉપર યોગ અને અધ્યવસાયોની જે