________________
૬૪ કર્મ-વિચાર ભાગ-૧
ચંદ્રકુમાર ! તમે સ્વસ્થ ઊભા રહો, અને હું પૂછું તેનો જવાબ
. આપજો.
ચાલો, આંખો બંધ કરો, તમારું ચિત્ત શરીરના અંદરના ભાગમાં વાળો ને શોધી કાઢો કે, “તમારો આત્મા તમારા શરીરના કયા ભાગમાં છે ?”
“આખા શરીરમાં છે.”
હવે તે આત્માને ધીમે ધીમે એમને એમ શરીરથી બહાર કાઢો, અને તમારી સામે–એ એક હાથને છેટે–સ્થિર રાખો. કહો કે તેનો રંગ કેવો છે?
આત્માનો રંગ કેવો છે ? એ અમે શીખ્યા જ નથી. એટલે, તેની કલ્પનાયે અમે કરી શકીશું જ નહીં.
ઠીક, ત્યારે તેનો આકાર કેવો છે ? તે કહો.
આકાર ? મારા શરીર જેવો છે. એટલે કે, વચ્ચે જાડા ઊભા પીપ જેવો આકાર છે. નીચે બે પગ, નખના છેડા વિનાના ને ગોળ છેડાવાળા આંગળાના ભાગો છે. બે હાથ, હથેળી, અને આંગળાનો ભાગ જણાય છે. માથાના ભાગમાં નાકનો ભાગ જરા ઉપસેલો છે, બાજુએ કાનના બે ભાગો છે. એ પ્રમાણે આત્મપ્રદેશો ગોઠવાઈને રહ્યા જણાય છે.
ઊંચાઈ કેટલી છે ?
મારા પગની પાનીની ચામડીથી માંડીને માથાની ચામડી સુધીમાં જેટલી મારા શરીરની ઊંચાઈ છે, તેટલી જ તેની ઊંચાઈ છે
વાળનો ભાગ કેટલો વધારે છે?
વાળનો ભાગ છે જ નહીં, આપે જ શીખવ્યું છે કે–“બહાર નીકળેલા વાળ કે બહાર નીકળેલા નખના કાળા છેડામાં આત્મા હોતો જ નથી.”
બરાબર છે. આત્મામાં બીજું કાંઈ થતું જુઓ છો ?
તેમાં આંદોલનો થતાં જણાય છે, તથા બહારના સંજોગો પ્રમાણેની લાગણીવાળો પણ તે થતો જોવાય છે.
હવે, એ આત્માને તમારા શરીરમાં દાખલ કરી દો, તમારા