________________
૨૭૮ કર્મ-વિચાર ભાગ-૩
આ શ્રેણીઓમાં પહેલી ગતિને ઋજુ-અવિગ્રહગતિ, સીધી ગતિ કહે છે. અને ત્યાર પછીની શ્રેણીઓમાં ગતિ કરે ત્યારે એ ગતિઓને વક્રગતિવિગ્રહવતીગતિ-વાંકી ગતિ એવું નામ શાસ્ત્રમાં આપેલું છે. આ આનુપૂર્વી નામકર્મનો વિપાકમાત્ર વિગ્રહગતિમાં હોય છે, અવિગ્રહગતિમાં નથી હોતો, કારણ કે ત્યાં તેવી જરૂર નથી. ઋજુગતિ જીવ પોતાની સ્વાભાવિક ગતિશક્તિથી જ કરે છે. આવી ઋજુગતિ તો માત્ર એક હોય છે અને તેને માટે એક સમયનો વખત લાગે છે, પરંતુ વિગ્રહગતિ વધારેમાં વધારે ત્રણ અને ચાર સમય સુધી હોય છે.
હવે આ વચલા વખતમાં પણ કાર્મણ અને તૈજસ્ શરીર તો જીવની સાથે હોય છે અને પ્રતિ સમય તેને યોગ્ય નવી નવી વર્ગણા લેવા માટે તે અપાવનારાં તૈજસ-કાર્યણ શરીરનામકર્મ પણ સાથે જ હોય છે. એટલે તે કર્મો પોતાનું કામ શી રીતે બંધ રાખે ? એ પોતાને યોગ્ય વર્ગણાઓનું આહારણ-ખેંચાણ-સ્વીકાર કરે જ ને ? પરંતુ તેમાં એટલું સમજવાનું છે કે બે સમયની વિગ્રહગતિ હોય તો વિગ્રહગતિના પહેલા સમયમાં કોઈપણ જાતના સ્કંધો જીવ લેતો નથી. અને ત્રણ સમયની વિગ્રહગતિ હોય તો વિગ્રહગતિના પહેલા બે સમય સ્કંધો આહરણ કરતો નથી અર્થાત્ અનાહારક હોય છે. આ ઉપરથી એક સ્થળેથી છૂટેલો જીવ બીજે સ્થળે ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં વચલા વખતમાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે ચાર સમય લાગે છે. આ કર્મનું બીજું નામ તેના ભાવાર્થ પ્રમાણે અનુશ્રેણીકર્મ પાડવું હોય તો પાડી શકાય.
આ રીતે વિગ્રહગતિમાં જીવને પ્રેરક બળ આપનાર આ કર્મ છે. સામાન્ય રીતે જીવને ઉત્પન્ન થવાના ચાર મુખ્ય વિભાગો છે. એટલે તે મુખ્ય વિભાગોને આશ્રયીને આ કર્મ પણ ચાર જાતનું સમજાવ્યું છે, તે આ
પ્રમાણે—
૧૨૦, ૭૨. ૧. દેવાનુપૂર્વીનામકર્મ–દેવોની પરિસ્થિતિમાં જવાને ઇચ્છતા જીવને પહેલાં છોડેલી અને હવે પછી મેળવવાની એમ બન્ને ગતિની વચ્ચેના પ્રદેશમાં મદદગાર થઈ ઉત્પન્ન થવાની ગતિ સન્મુખ જીવને વાળી દઈ, આકાશપ્રદેશોની શ્રેણીના અનુક્રમ પ્રમાણે—આનુપૂર્વી પ્રમાણે