________________
પાઠ ૪થો
લાગણી ચલાવનારું અને સર્વ લાગણીઓ
એકઠી થવાનું મૂળ મથક
તમે હાલમાં કઈ ચોપડી ભણો છો? હું હાલમાં ગુજરાતી પાંચમી ચોપડી ભણું છું.
ત્યારે તમારી બાળપોથીમાં તારાઓ વિશે એક કવિતા છે, તે આજે બોલશો ? હા, જી ! બોલું.
ગણ્યા ગણાય નહીં,
વીણા વીણાય નહીં,” પછી ? યાદ કરીને કહ્યું.
તોયે મારા આભલામાં સમાય.” બસ, બસ. તમારી ઊંચાઈ આજે કેટલી હશે ? મારી ઊંચાઈ આજે ૪ ફૂટ છે. તમો ૨૦-૨૨ વર્ષના થશો, ત્યારે તમારી ઊંચાઈ કેટલી હશે ? તે વખતે જરૂર સાડા ચારથી પાંચ ફૂટ જેટલી હશે જ. આ બધું તમે શાથી કહી શકો છો ? નાનપણમાં તમે ભણેલા તે કવિતા તમારા શરીરના કયા ભાગમાં