________________
૧૬ કર્મ-વિચાર ભાગ-૧
છપાઈ હશે ? અને ૨૦-૨૨ વર્ષે તમારી ઊંચાઈ ૪ થી ૫ ફૂટની આસપાસની હશે, એ તમારા શરીરના કયા ભાગમાં લખેલું હશે–જેમાંથી તમે એ વાચ્યું.
મેં નાનપણમાં કવિતા મોઢે કરેલી ને ? તેથી યાદ રહી ગઈ. અને ૨૦-૨૨ વર્ષના મારા બીજા ભાઈઓ કેવડા છે? તે ઉપરથી આશરો બાંધીને કહી શક્યો છું. - તમે તો તે કવિતા મોઢે કરેલી હશે. પણ તમારા મોઢા ઉપર તો ક્યાંય દેખાતી નથી. જ્યાં સંઘરી રાખી છે ?
એ બધી આગળ પાછળની સમજના તાર એકઠા કરીને નક્કી કરવાનું કામ અમારું મગજ કરે છે.
' અરે ! ભાઈ ! મગજ તો મડદાંનેય હોય છે. એકાએક બધી છાપ મગજમાંથી કેમ ભૂંસાઈ જતી હશે? જન્મથી માંડીને શરીરમાં જેટલી જેટલી વસ્તુ એકઠી કરી હોય, તે બધીયે કેમ રહે? અરે ! આઠ આઠ હજાર વર્ષનાં મડદાં મળે છે. એટલું જ નહીં, પરંતુ હાડપિંજરોયે લાખો કરોડો વર્ષનાં મળે છે. તો પછી જ્ઞાનતંતુઓમાં પડેલી છાપો એકાએક કેમ? અને કેવી રીતે ભૂંસાઈ જતી હશે ? અને તે એવી રીતે કે–પાછી કદીયે તેનો અંકુરો પણ ન ફૂટે.
સાહેબ ! હું ભૂલ્યો. સમજવાનું, વિચારવાનું, યાદ રાખવાનું, આગળ પાછળની વાતની મેળવણી કરવાનું–તેમાંથી કેટલું બોલવું? કેટલું ન બોલવું? કેટલું જીવનમાં અમલમાં મૂકવું? કેટલું ખાનગી રાખવું? એ આગળ પાછળની મેળવણી કરવાનું જડ શરીરના મગજનું ગજુંયે શું? કોઈ તો કેવી કેવી અદૂભુત યાદશક્તિ ધરાવે છે, કે જે સાંભળીને આપણે હેરતા પામી જઈએ. તે શક્તિ મગજ લાગે ક્યાંથી ? પણ સાહેબ ! મગજ વિના ચાલે ખરું ?
ના, મગજ વિના ન ચાલે, મગજની મદદ તો જોઈએ જ. નળ વિના, ઘડા વિના, પાણી ન આવે. પણ નળના લોખંડમાં કે ઘડાના પતરામાં પાણી નથી હોતું. પાણી તો જુદું જ હોય છે. તે કૂવા કે તળાવમાં હોય છે. નળ કે ઘડા વિના તે આવે નહિ. પણ પાણી તેનાથી જુદું છે. તે જ પ્રમાણે
ના, ૧૧