________________
લાગણી ચલાવનારું અને સર્વ લાગણીઓ એકઠી થવાનું મૂળ મથક ૧૭
મગજ અને તેની સાથે જોડાયેલા શરીરના બીજા તાંતણાની મદદ વિના સમજણમાં ભલી વાર ન આવે, તે ખરું. જ્ઞાન કરવામાં, સમજણના મેળ બેસાડવામાં, મદદ કરનારા એ તાંતણાઓ જ્ઞાનતંતુ કહેવાય છે. તે મગજ સાથે જોડાઈને આખા શરીરમાં ફેલાયા હોય છે. તેઓ આખા શરીર ઉપર કે અંદર જે કાંઈ અસરકારક હિલચાલ થાય, તેના સમાચાર મગજમાં પહોંચાડે. મગજ મનને પહોંચાડે. શરીરના એક બીજા અવયવો—કાન, આંખ, નાક, જીભ, ચામડી વગેરે ઇંદ્રિયોને પહોંચાડે. તેમાં મન આમથી આમ તાંતણાના તાર જોડે છે.
પણ મનને આમથી તેમ દોડાવનાર કોણ ? શરીરના એ બધા જડ અવયવો કોઈ મજબૂત સંચાલકની મદદ વિના કાબૂમાં રહીને પોતાની વ્યવસ્થિત કામગીરી બજાવી શકે જ નહીં. તો એ સંચાલક કોણ હશે ? જરૂર કોઈક તો હોવો જ જોઈએ
પણ કોણ તે ? તે કહો.
તે અમે કહી શકતા નથી. પરંતુ એટલું તો ચોક્કસ સમજીએ છીએ કે, લાગણીઓનું શરીર સિવાયનું કોઈ જુદું જ મથક છે.
એક-બે-ત્રણ-ચાર.
લ્યો, ઘડિયાળમાં ચાર વાગ્યા.
હા, જી ! વાતમાં બહુ રસ પડવાથી વખત ગયો, તેની ખબર જ
ન પડી.
અરે ! પણ વખત ગયો, તેની ઘડિયાળને ક્યાંથી ખબર પડી ? જુઓને, તેનેય કેવી સરસ લાગણીઓ છે ? કલાક જશે, કે પાંચ જ ટકોરા મારશે, ચારેય નહીં ને છયેય નહીં.
હા, જી ! તો તો ઘડિયાળ પણ લાગણીવાળું આપણા જેવું પ્રાણી
ઠર્યું.
જો, ભૂલ્યા.
કેમ ?