________________
૬૮ કર્મ-વિચાર ભાગ-૧
આ કપડું ફાડતાં એક સેકંડની વાર લાગી, એટલે ધારો કે, આ કપડાના બસો તાંતણા છે, તે કપાતાં એક સેકંડ લાગી. એટલે કે બસો તાંતણા કપાતાં એક સેંકડ થઈ એ જ તેનો અર્થ? કે બીજો કોઈ અર્થ થાય?
બસ, હા, એ જ. ત્યારે એક તાંતણો કાપતાં કેટલો વખત ગયો હશે?
- એક બસો અંશ સેકંડ જેટલો. એટલે કે એક સેકંડના બસોમાં ભાગ જેટલો વખત લાગ્યો હશે.
આ કપડાનો એક તાંતણો (તંતુ) લઈ તપાસો તો ખરા, કે એ શેનો બનેલો છે ? - રૂ કાંતીને તેના લાંબા લાંબા તાંતણા બનાવેલા, અને તેનું મલમલ વણેલું.
એ તો ઠીક, પરંતુ રૂમાંથી એવો જ જાડો અને એવો જ લાંબો તાંતણો મળી આવ્યો હશે ?
ના રે, ના. રૂની કેટલીક ઝીણી ઝીણી રુવાંટીઓ એકઠી મળી, તેને વળ (આંબળ) ચડાવવાથી આવો તાંતણો તૈયાર થયો છે.
રૂની રુવાંટી કેવી હોય છે? તે તમે કોઈએ જોઈ છે? - હા, કોઈ કોઈ પા કે અડધો ઇંચ લાંબી અને બહુ પાતળી હોય છે, કેટલીક તો તેથી પણ ઘણી જ ટૂંકી, અને બહુ જ પાતળી હોય છે. તેવી ઘણી રુવાંટીઓ એકઠી થઈને આ તંતુ-તાંતણો તૈયાર થયેલો છે. સાહેબ !
જયારે કપડું ફાડતાં એક સેકન્ડ જેટલી વાર લાગી, એક તંતુ કાપતાં=એટલે ઘણી રુવાંટીઓ કાપતાં એક બસો અંશ સેકંડ વાર લાગી, તે તો ખરું. પરંતુ, એક રુવાંટી કાપતાં કેટલો વખત લાગ્યો હશે.
આપણે એક તાંતણાના તારમાં ૫૦ રુવાંટી ગણીએ, તો એક રુવાંટી કાપતાં, એક સેકંડના બસોમા ભાગના પચાસમા ભાગ જેટલો વખત લાગ્યો, એમ ગણાય, એટલે સેકંડ + 1 = = • = ... એક સેકંડના દશ હજારમા ભાગ જેટલો વખત લાગ્યો હોય, એમ ગણી શકાય.
GOO.