________________
પાઠ ૧૭મો
સમય
જુઓ, આ ઘડિયાળ. એક કલાકની મિનિટ કેટલી? એક મિનિટની સેકંડ કેટલી ?
કલાકની મિનિટ ૬૦, અને મિનિટની સેકન્ડ ૬૦. જુઓ, આ એક મલમલનો કકડો. કેટલો બધો બારીક છે?
ઘણો જ બારીક છે, ને ઘણો જ જૂનો છે. તે સડી ગયેલો હોય તેમ જણાય છે.
બરાબર, એમ પણ છે. ઠીક, ચાલો. તમારામાંથી મજબૂત શરીરવાળા પહેલવાન જેવા એક વિદ્યાર્થીને અહીં મોકલો. અને “શું થાય છે?” તે તમે બધા બરાબર જોયા કરો. ને સાથે સેકન્ડ કાંટા સામે ખ્યાલ આપતા રહેજો. લો, આ મલમલનો કકડો. આમ પકડો અને તમારાથી બને તેટલા જોરથી તેને ફાડી નાંખો.
ફાડું છું? હાં, ફાડો. બસ, કપડું ફાટી ગયું?
હાસ્તો.
જ્યારથી કપડું ફાડવું શરૂ કર્યું, અને પૂરું ફાટી ગયું, ત્યાં સુધીમાં કેટલી સેકન્ડ થઈ હશે ? જેણે તે બરાબર ખ્યાલ રાખ્યો હોય, તે બોલે.
સાહેબ ! એક સેકન્ડ, એક સેકન્ડ.