________________
૧૮૬ - કર્મ-વિચાર ભાગ-૩
પણ કેટલીક, એમ અનંત શક્તિઓ ધરાવે છે. છતાં કર્મને લીધે તેનું સ્વરૂપ આપણને જુદું જ લાગે છે.
જેમ તમારા આત્માની જ્ઞાનશક્તિની હદ નથી, છતાં તેને ઢાંકનાર કર્મને લીધે તેની હદ બંધાઈ ગઈ છે. તે જ રીતે બીજાં પણ અનેક કર્મો આત્માની અનેક શક્તિઓ ઢાંકે છે. એવો ખ્યાલ આ ઉપરથી સહેજે કરી શકશો.
હા, જી. સ્પષ્ટ રીતે તેમ જ લાગે છે.
આ ઉપરથી એક બીજી પણ હકીકત યાદ રાખી લેજો, કે કર્મ આત્માની શક્તિઓ ઢાંકે છે. તેમાં પણ કેટલાંક કર્મો માત્ર સીધી રીતે આત્માની શક્તિઓ ઢાંકવાનું કામ કરે છે. તેથી તેવાં કર્મોને જીવવિપાકી કહેવાં જોઈએ.
કેટલાંક કર્મો આત્માની શક્તિ ઢાંકવાનું કામ કરવા ઉપરાંત આત્માને કેટલીક બાહ્ય-જડ સામગ્રીઓ (શરીરને ઉપયોગી) અપાવે છે. તેને જડ એટલે પુદ્ગલવિપાકી કર્મ કહીશું. તેમ જ કેટલાંક કર્મ અમુક સ્થળે જ પોતાનું ફળ બતાવે છે તેને ક્ષેત્રવિપાકી કર્મ કહેવામાં વાંધો નથી. વળી અમુક કર્યો તો એવાં પણ હોય છે કે જે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાં જ ઉદયમાં આવે. તેને ભવવિપાકી કર્મ કહીશું.
દાખલાથી સમજાવો તો સમજાય.
સાંભળો—
૧. તમારી જ્ઞાનશક્તિને ઢાંકનાર જે કર્મ તે જીવવિપાકી કર્મ
કહેવાય.
૨. અને તમારા આત્માને જડ પરમાણુઓનું શરીર આપે, અથવા શરીરમાં ઉપયોગી તત્ત્વો પૂરાં પાડે, તે પુદ્ગલવિપાકી કર્મ કહેવાય.
૩. તેવી જ રીતે ક્ષેત્રવિપાકી કર્મ અને ભવિપાકી કર્મ પણ આગળ ઉપર સમજાવીશ.