________________
આત્માની શક્તિઓને ઢાંકનાર કર્મો ૧૮૫
તે વખતે તમારો વધી ગયેલો અનુભવ છેવટની હદનો તો નહીં હોય ને ? છેવટની હદનો ત્યારે ગણાય કે તમારાથી બીજો કોઈ વધારે અનુભવી-જ્ઞાની દુનિયામાં ન હોય !
એમ કેમ બને ? તે વખતે પણ મારાથી મહાન મહાન અનુભવી અને વિશાળ જ્ઞાનશક્તિ ધરાવનારા ઘણાયે હશે.
તમે તેવા થવા પ્રયત્ન કરો તો થઈ શકો ખરા ?
હા, જી. પ્રયત્નથી તેમ પણ થવાય.
તો પછી એ રીતે વધતાં વધતાં તમારું જ્ઞાન વધવા ધારે તો કેટલું વધી જઈ શકે ?
એ શી રીતે કહી શકાય ?
કેમ ન કહી શકાય ? બેધડક થઈને કહો કે—
“વિશ્વમાં એક પણ ભાવ, પદાર્થ કે ચીજ એવી ન રહી જાય કે જે મારા જાણ્યા બહાર હોય, તેટલી હદ સુધી જ્ઞાનશક્તિ વધી વધીને વધી
જાય.''
શું એ થાય ખરું ?
તમે જો ને ? તમારી અક્કલમાં ઊતરે છે કે નહીં ? તો ખરી લાગે છે.
અત્યારે કલકત્તામાં શું થતું હશે ? તે કહેશો ?
આપની
પરંતુ,
ના, જી.
કેમ ? તમાકનમાં આટલી બધી વિશ્વ જાણવાની શક્તિ છે. તો પછી આટલું કેમ ન
શકો ?
શક્તિ ખીલી - થી.
એ શક્તિ કોણે દબાવી છે ?
તેને દબાવનાર કોઈ કર્મ હોવું જોઈએ.
બસ ત્યારે. આ રીતે તમારો પણ આત્મા અગાઉ કહેલી અને બીજી