SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૨જો આત્માની શક્તિઓને ઢાંકનાર કર્મો ગયા પાઠમાં આપણે આત્માના સ્વરૂપ વિશે કેટલુંક વિસ્તારથી વિવેચન કરી ગયા, તેથી હવે તમારા સમજવામાં બરાબર આવ્યું હશે કે– “આત્મા” એ કેવો વિચિત્ર પદાર્થ છે ? ખરેખર આત્માના સંબંધમાં અમે ગયા પાઠમાં ઘણું શીખ્યા. આપણે ગઈ કાલે આત્માનું સ્વરૂપ વિચાર્યું, તેવો જ તમારો આત્મા છે ? તેવું તો કંઈ જણાતું નથી. તેનું કારણ ? તેનું કારણ શું હશે જી ? ચાલો વિચાર કરીએ. તમારા આત્મામાં જાણવાની શક્તિ તો છે ને ? હા, જી. કેટલી શક્તિ છે તે કહી શકશો ? તેનું માપ શી રીતે કાઢી શકાય ! તમારા વિદ્યાભ્યાસના પ્રમાણમાં—તમે નાના હતા તેના કરતાં— હાલ કંઈક અનુભવ વધ્યો છે કે નહીં ? હા, વધ્યો છે. પરંતુ હજુ આપના જેટલો નહીં. એ ખરું, પણ વખત જતાં અમારા કરતાં પણ તમારો અનુભવ વધી જાય તેવો સંભવ ખરો કે નહીં. હા, એવી કલ્પના કરી શકાય ખરી.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy