________________
પાઠ ૧૫મો
પુનરાવર્તન
ચાલો, હજુ આપણો પાઠ ચાલવાને વાર છે, તેથી આજ સુધી આપણે જે શીખ્યા, તેની ચર્ચા કરીએ.
હા, હા, એ ઠીક છે.
સવાલ-આત્મા સંબંધી આપણને કેટલું જ્ઞાન મળ્યું ?
જવાબ-આપણું શરીર નિયમિત અને રીતસર હાલચાલ કરે છે. તેથી તેમાં લાગણી છે. તેથી શરીરમાં લાગણી=ચૈતન્ય ધરાવનારી કોઈ પણ વસ્તુ છે.
તે જ આત્મા કહેવાય છે. તે આખા શરીરમાં ફેલાઈને રહેલ છે.
તેને અસંખ્ય પ્રદેશો છે. પ્રદેશોમાં આંદોલન થયા કરે છે. આત્માને લાગણી છે, તે લાગણીઓ સંજોગોને લીધે અનેક પ્રકારની ઓછાવધતા પ્રમાણમાં ફરતી હોય છે. તેને અધ્યવસાયસ્થાનક કહીશું. આત્માનો સંકોચ અને વિસ્તાર થાય છે. આઠ રુચક પ્રદેશો સ્થિર હોય છે.
સવાલ- જડ પદાર્થોના સંબંધમાં શું શું શીખ્યા ?
જવાબ- આપણે જે જે જડ પદાર્થો જોઈએ છીએ, તેનું મૂળ પરમાણુ છે. આપણે જે જે સ્થૂલ પદાર્થો જોઈએ છીએ, તે દરેક તૂટી ભાંગીને તેમાંથી પરમાણુઓ છૂટા થઈ જાય છે. પરમાણુઓના એકઠા થવાથી આ બધી વસ્તુઓ બને છે. પરમાણુનો કદી નાશ થતો નથી, પરમાણુ ઘણો જ બારીક છે. તેમાં લાગણી નથી. તેથી તે જડ કહેવાય છે. પરમાણુઓ એકઠા થઈ કોઈ એક વસ્તુ બને ત્યારે તેનું