________________
૬૦ કર્મ-વિચાર ભાગ-૧
વધારે આકરી હોય છે. તેથી પણ વધારે આકરી લાગણીવાળા મનુષ્યો
પણ આપણને મળી શકે છે ખરા. ૬. દુનિયાનાં પ્રાણીઓ, પ્રસંગો વગેરેનો વિચાર કરીને લાગણીઓ,
અધ્યવસાયો, ઓછા, વધતા, તીવ્ર, કે શાંત, કેટલા છે ? તેનો તાત્ત્વિક, (ચોક્કસ) નિર્ણય થઈ શકે છે, પરંતુ, તે નિર્ણય લેવા પ્રકારનો છે તે હાલ અહીં સમજી શકાશે નહીં. આગળ ઉપર સમજાવીશું.
આ રીતે લાગણીઓના અનેક પ્રકારને અધ્યવસાયસ્થાનક કહ્યા છે. ૭. લાગણીની તીવ્રતા કે મંદતા સાથે યોગનો–ખાસ કરીને મનો
યોગનો–પણ સંબંધ છે, એ ખાસ યાદ રાખવું.
મુદ્દા ૧. લાગણીઓ, વિચારો, સંકલ્પો વગેરે અધ્યવસાયની તરતમતા
અધ્યવસાયસ્થાનકો કહેવાય છે. ૨. અધ્યવસાય સ્થાનકો શુભ અને અશુભ હોય છે.