________________
૪૦ કર્મ-વિચાર ભાગ-૧
સૂક્ષ્મ સૂક્ષ્મ થાય છે. એટલે પરમાણુ ઘણા હોવા છતાં તેનું સ્વરૂપ– બહુ જ નાનુ સૂક્ષ્મ થાય છે. જેમ, એક મણ રૂનો મોટો ગાંસડો બાંધવો પડે છે. પણ જો એક મણ સોનું હોય, તો તે લગભગ પોણા ઘન ફુટ જેટલી જગ્યા રોકે. વજન સરખું છે, બન્નેયનો પરિણામ (રચના-બંધારણ) જુદાં છે. પરંતુ, જો રૂના ગાંસડા જેટલું સોનું હોય, તો તે કેટલા મણ થાય? તેમાં રૂ કરતાં કેટલા બધા પરમાણુઓ હોય? અર્થાત્ સોનાનો પરિણામ સૂક્ષ્મ છે રૂનો પરિણામ સ્થૂલ છે, એ પ્રમાણે ઉપરની સોળ વર્ગણાઓમાં પહેલી કરતાં બીજી, બીજી કરતાં ત્રીજી, ત્રીજી કરતાં ચોથી એમ ચલતે ચડતે દરેકમાં પરમાણુઓ વધારે વધારે છતાં દરેકનો પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મ છે, એટલે છેવટની કાર્મણવર્ગણા સૌથી સૂક્ષ્મ છે અને તેના એક એક સ્કંધમાં સૌ કરતાં પરમાણુઓ વધારે વધારે છે.
મુદ્દા ૧. સ્કંધો પણ એક સરખા નથી હોતા. જેમ જેમ પરમાણુઓની સંખ્યા
વધારે, તેમ તેમ તેનો પરિણામ સૂક્ષ્મ હોય છે. તેથી સ્કંધોના વર્ગો પડે છે. તેમાંના આઠ ગ્રહણયોગ્ય અને આઠ અગ્રહણયોગ્ય વર્ગણાઓનો વિચાર આ પાઠમાં સમજાવ્યો છે. આ પાઠમાં સમજાવેલી દરેક વર્ગણામાં કાર્મણવર્ગણા બહુ જ સૂક્ષ્મ છે, અને તેના પરમાણુઓ બધી વર્ગણાઓ કરતાં વધારે છે. કાશ્મણવણાને બરાબર ખ્યાલમાં રાખવાથી, હવે પછીના પાઠો બરાબર સમજાશે.
ન્યા
છે.