________________
અંતરંગવિચાર
પાઠ ૧લો
આત્માનું સ્વરૂપ
૧. આત્માનું સ્વરૂપ જૈન શાસ્ત્રકારોએ શી રીતે વર્ણવ્યું છે, તે બધું તો આપણે અહીં નહીં વિચારીએ. પરંતુ આપણને તેમાંનું જે કંઈ ઉપયોગી છે, તેનો પ્રથમ તે શાસ્ત્રકારોની જ દૃષ્ટિથી વિચાર કરી લઈએ.
૨. આત્માના પર્યાય શબ્દો–આત્મા, જીવ, સત્ત્વ, ચેતનવંત, હંસ, પ્રાણવાન, પ્રાણી, શરીરી વગેરે વગેરે.
૩. આત્મા. ૧. જ્ઞાનશક્તિવાળો છે. ૨. દર્શનશક્તિવાળો છે. અચ્છેદ્ય-અભેદ્ય છે. તેમાં ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ સ્વાદ વગેરે કંઈ નથી. ૭. તે કદી નાશ પામતો નથી. ૮. તે બળતો નથી. ૯. ભીંજાતો નથી. ૧૦. પવનથી ઊડતો નથી. ૧૧. તે ભારે કહેવાતો નથી. ૧૨. તે સંકોચ પામે છે. ૧૩. વિસ્તાર પામી શકે છે. ૧૪. તે ગતિ કરે છે. ૧૫. સ્થિતિ કરે છે. ૧૬. તે અખંડ છે. ૧૭. તેને પોતાને કોઈ પણ ખાસ આકૃતિ નથી. ૧૮. તેને કોઈ ખાસ બાંધો પણ નથી. ૧૯. તે ઊંચ કે નીચ પણ કહેવાતો નથી. ૨૦. આત્મામાં અખૂટ-અનંત બળ છે. ૨૧. દાન આપવાની યોગ્યતા છે. ૨૨. દાનનું ફળ અનુભવવાની યોગ્યતા છે. ૨૩. ભોગો અને ઉપભોગોમાં આનંદ માનવાની યોગ્યતા છે. ૨૪. આત્મામાં પોતાનું અનંત અનંત સુખ છે. ૨૫. તે સ્વતંત્ર છે. ૨૬. છતાં પરતંત્ર થવાની યોગ્યતા