________________
૧૭૬ કર્મ-વિચાર ભાગ-૩
ધરાવે છે. ર૭. તે ઉત્પન્ન થતો નથી. ૨૮. તેનામાં નિશ્ચયબળ છે. ર૯. તે સત્યમય છે. ૩૦. તે પરમ પવિત્રતામય છે. ૩૧. છતાં દુનિયાદારીની બધી યોગ્યતા તે ધરાવે છે. ૩ર. તે તપોમય છે. ૩૩. તે એકલો છે. એવા અનંત આત્મા છે. ૩૪. દરેક આત્મા જેવો જ તે છે. ૩૫. છતાં પોતાના ગુણ સ્વભાવ પોતે સ્વતંત્રપણે જ ધરાવે છે. ૩૬. તે બદલાય છે. ૩૭. છતાં તે કદી આત્માપણે મટી જતો નથી. ૩૮. તે દરેક ઠેકાણે જઈ શકે છે. ૩૯. છતાં એક જ ઠેકાણે પણ રહી શકે છે. ૪૦. તે આખો એક સ્કંધમય છે. ૪૧. છતાં તેનો અમુક ભાગ કલ્પી શકાય છે. ૪૨. અને તેના નિવિભાજય ભાગો (પ્રદેશો) પણ કલ્પી શકાય છે. ૪૩. એવા અસંખ્ય પ્રદેશો તે ધરાવે છે. ૪૪. તે લાંબો થઈ શકે છે. ૪૫. ટૂંકો થઈ શકે છે. ૪૬. પાતળો થઈ શકે છે. ૪૭. સારું ખોટું પારખી શકનાર પણ તે જ છે. ૪૮. તે જાણે છે. ૪૯. તે જણાય પણ છે. ૫૦. તે છે છે ને છે. ૫૧. તેમાં કર્યગ્રહણ યોગ્યતા છે. પર. કર્મત્યાગ યોગ્યતા છે. પ૩. તે કંઈ ખાતો નથી, પીતો નથી. ૫૪. તે કદી અણુસ્વરૂપ થતો નથી. ૫૫. તેમ જ કદી અપરિમેય સ્વરૂપ પણ પામતો નથી. પ૬. આત્મા કારણ છે. ૫૭. પણ તે કાર્ય નથી.
આવા અનેક વિચિત્ર સ્વરૂપવાળો આત્મા છે. અને ઉપર ગણાવ્યા તેવા તેને અનંત ગુણો છે, એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે.
ઉપરના દરેક ગુણોમાં તમને બરાબર સમજ નહીં પડી હોય, તે મારા ખ્યાલમાં છે. છતાં બધાની સમજણ પાડવી તે પણ ઘણું મુશ્કેલ કામ છે. તોપણ તેમાંના મુખ્ય મુખ્ય ગુણોની સમજ પાડીશ એટલે તમને ઠીક પડશે.
આત્માનું આટલું બધું વિચિત્ર સ્વરૂપ તો આજે જ સાંભળ્યું. તો પછી સમજી તો શી રીતે શકાય જ ?
ચાલો ત્યારે કંઈક સમજાવું.
૧. તે રૂપરહિત છે, તે તો આપણે જાણીએ જ છીએ, કેમકે કોઈ મરી જાય છે ત્યારે તેના આત્માને આપણે જોઈ શકતા નથી. તેને અડકી પણ શકતા નથી, તેને ચાખી પણ શકતા નથી. અર્થાત તેનો સ્વાદ આવતો નથી. તેમ જ તે વખતે તેની ગંધ પણ નથી આવતી.
એ તો બરાબર.