________________
પાઠ ૧૩મો
સત્તા
આવો, આવો. જરા શાંતિથી બેસો, ને કહો તો ખરા, કે આજ સુધીમાં કર્મવિચાર' સંબંધી તમે શું શીખ્યા ?
પ્રથમ કાર્મણવર્ગણાનો ને આત્માનો સંબંધ થયો, ત્યારે તેનું નામ કર્મ પડ્યું. ત્યાર પછી, તેમાં અનેક કારણોની અસર થઈ, ને છેવટે અબાધાકાળ પસાર થયો, પછી નિષેક શરૂ થયો. અને તેમાં તે કર્મ ક્રમે ક્રમે ભોગવાઈને આત્મપ્રદેશોથી છૂટું પડતું ગયું. છેવટે, એ કર્મ પૂરું ભોગવાઈ ગયું, અને નિષેકકાળ પૂરો થયો.
કર્મ મટી ફરીથી તે પહેલા જેવી કાર્મણવર્ગણા હતી, તેવી થઈ ગઈ. અર્થાત્ આત્માનો ને કાર્મણવર્ગણાનો સંબંધ જ્યારથી થયો, તે ઠેઠ જયાં સુધી કાર્મણવર્ગણા જુદી પડી, ત્યાં સુધી, તેનું નામ કર્મ કહેવાય. અને જ્યાં સુધી તે કર્મ કહેવાયું, ત્યાં સુધી જ કર્મ તરીકે આત્મા સાથે તેની વિદ્યમાનતા સત્તા ગણાય. તે પહેલાં અથવા તે પછી તે કર્મ તરીકે રહેતું નથી, અને આત્મા સાથે પણ તે લાગેલું હોતું નથી. તે વખતે તેની કર્મ તરીકેની સત્તા–આત્મા સાથે વિદ્યમાનતા હોતી જ નથી.
આ ઉપરથી, જ્યાં જ્યાં આગળ ઉપર પણ સત્તા શબ્દનો વ્યવહાર કરવામાં આવે, ત્યાં ત્યાં દરેક ઠેકાણે આત્મા સાથે કાર્મણવર્ગણાનો સંબંધ થયો ત્યારથી, તે તેનો સંબંધ છૂટી જાય ત્યાં સુધીના કર્મની સ્થિતિ-વખતલેવો. બંધ થયો ત્યારથી કર્મની સત્તાવિદ્યમાનતા શરૂ થઈ. અબાધાકાળ, કરણોની અસર, ઉદયાવલિકા નિષેક એ બધું સત્તામાં જ થયું ગણાય.
ધારો કે, એક માણસે હાસ્યકર્મ બાંધ્યું, અને રતિકર્મ (આનંદ આપે