________________
નામકર્મ ૨૧૯
ન થાય, અર્થાત્ અગુરુલઘુપર્યાયવાળી તે શરીરની રચના કરવા માંડે છે.
પર્યાપ્તિના ત્રીજા ભાગમાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જે, અંગોપાંગ નામકર્મ અને નિર્માણ નામકર્મના બળથી નક્કી થયેલા અવયવોમાં ઇંદ્રિયના અવયવોને બરાબર રચી શકે. આવી શક્તિ તે ઇંદ્રિય પર્યાપ્તિ કહેવાય. ભવિષ્યમાં પણ જયારે જયારે આ રીતે ઇંદ્રિયને યોગ્ય પુદ્ગલોનો ભાગ મળે, તેને બરાબર ઇંદ્રિયપણે બનાવી દેવાનું કામ કરવાની શક્તિ આ ત્રીજા વિભાગમાં ઉત્પન્ન થાય છે. આ વખતે જાતિ નામકર્મ તો પોતાનું કામ શરૂ કરી ચૂક્યું જ હોય છે. તેથી જે જાતનું જાતિ નામકર્મ હોય, તે પ્રમાણે લગભગ ઇંદ્રિયોના અવયવો રચીને એ ઇંદ્રિયપર્યાપ્તિ નામકર્મ પોતાની ફરજ બજાવે છે.
આ વખતે જ શ્વાસોચ્છવાસનામકર્મ જીવમાં નિયમિત રીતે શ્વાસોચ્છવ્વાસ લેવાની શક્તિ આપે છે. પરંતુ તે શ્વાસોશ્ર્વાસ લેવાનું કામ ત્યારે જ શરૂ થાય છે કે, શ્વાસોચ્છવાસપર્યાપ્તિનામકર્મ પોતાના ચોથા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન કરે છે કે જે શ્વાસોચ્છવાસને યોગ્ય વર્ગણા ગ્રહણ કરીને, શ્વાસોચ્છવાસ લેવાના કામમાં આવે એવી બનાવી શકે. આ રીતે શ્વાસોચ્છવાસને લાયક વર્ગણાનો પરિણામ થઈ ગયા પછી. શ્વાસોજ્વાસનામકર્મની મદદથી શ્વાસોચ્છવાસ લેવો મૂકવો શરૂ થાય છે.
આજ વખતે શરીરની રચના સૂક્ષ્મ ન થતાં બાદરનામકર્મની મદદથી જોઈ શકાય તેવી સ્થૂળ રચના થાય છે. અને ત્રસનામકર્મની મદદથી શરીર ઇચ્છા પ્રમાણે ગતિ કરી શકે તેવી રચનાવાળું થાય છે. અને જે શરીર ઉત્પન્ન થયું તેના ઉપર તે જ જીવની માલિકી, બીજો જીવ તેને પોતાનું કરીને રહી જ ન શકે તેવી વ્યવસ્થા પ્રત્યેક નામકર્મ કરી આપે છે.
આ રીતે શરીર તૈયાર થતી વખતે દાંત, છાતી વગેરે જે જે અવયવો સ્થિર હોવા જોઈએ તે સ્થિર બનાવી આપવાનું કામ સ્થિરનામકર્મ
અને જે જે હાથ, આંગળાં વગેરે અવયવોને અસ્થિર હાલતાં ચાલતાં વાળ્યા વળી શકે તેવા બનાવવાનું કામ અસ્થિરનામકર્મ કરે છે. તે