________________
૨૨૦ કર્મ-વિચાર ભાગ-૩
ન હોય તો આખું શરીર અને અવયવો બધા અક્કડ જ રહે અને સ્થિર નામકર્મ ન હોય તો બધા આખો દિવસ આડાઅવળા થયા કરે.
શરીરનો ઉપરનો ભાગ માન આપવા લાયક –અપ્રીતિ ન ઉપજાવે તેવો શુભ રાખવાનું કામ શુભનામકર્મ કરે છે અને કેડ નીચેનો ભાગ કે જે કોઈને અડકે છે કે સામા માણસને અપ્રિય લાગે છે, તથા ઘણે ભાગે તે અશુચિનું સ્થાન છે, અથવા જમીન સાથે વધારે સંબંધમાં આવતું હોવાથી જમીનનું અપવિત્ર વાતાવરણ વગેરે તેને વધારે અસર કરતું હોવાથી અપ્રિય લાગે છે. આ પરિસ્થિતિમાં શરીરના એક ભાગને ઉત્પન્ન કરનાર અશુભ નામકર્મ છે.
આમ ઘણાં કર્મો શરીર તેમ જ ઇંદ્રિયો બનાવવામાં તથા બીજી અનેક સામગ્રીઓ અપાવવામાં મદદગાર થાય છે.
પર્યાપ્તિના પાંચમા ભાગમાં પર્યાપ્તિનામકર્મ એવી શક્તિ ઉત્પન્ન કરે છે કે, જે શક્તિને બળે ભાષાવર્ગણાના સ્કંધો ગ્રહણ થાય છે, ને ભાષા પણ બને છે. પછી વાયોગનામના આત્મિક-શારીરિક બળથી બોલવાનું થાય છે.
એવી જ રીતે છઠ્ઠા ભાગમાં પર્યાપ્તિનામકર્મ એવી શક્તિ ઉમેરે છે કે, તે ભાગ, મનોવર્ગણાના સ્કંધો ખેચે, ખેંચીને વિચાર કરવાના કામમાં આવી શકે તેવા બનાવે, એવી શક્તિવાળો ઉત્પન્ન થાય. વિચારમાં ઉપયોગ કરી શકાય એવા બન્યા પછી મનનિમિત્તક પ્રવર્તતો યોગ-આત્મિકશારીરિક બળની મદદથી વિચાર પ્રવર્તે છે.
આ રીતે પર્યાપ્તિનામકર્મ આ છે કારખાનાંઓ રચી મૂકે છે, જેમાં એ પ્રમાણે છે ચીજો કાયમને માટે બન્યા કરે છે જેથી છ જાતની જીવનક્રિયા સતત ચાલ્યા કરે છે.
આપણા શરીરમાં છ જાતની જીવનક્રિયા થાય છે.
શરીરમાં લોહી ફરે છે. લોહી હૃદયમાં થઈને આખા શરીરમાં વહે છે. તેમાં મેદ, ચરબી, માંસ, હાડકાં, વીર્ય વગેરે શરીરનાં તત્ત્વો બને છે. દિવસે દિવસે, અરે સમયે સમયે નવો નવો આહાર આવતો જાય છે અને