________________
૧૨૪ કર્મ-વિચાર ભાગ-૨
:
જ્ઞાન વધારે સંસ્કારી, અને અભ્યાસ વધારે પાકો થશે. યાદ રાખજો કે, ઉદયાવલિકામાં આવેલા કર્મ ઉપર કોઈપણ કરણની અસર પડતી જ નથી. જ્યાં સુધી કર્મ ઉદયાવલિકામાં પ્રવેશ ન પામ્યું હોય, ત્યાં સુધી તેના ઉપર કરણોની અસર પહોંચાડી શકાય છે. જો કોઈપણ કર્મ : ભયંકર અસર ભોગવવી પડે તેવું બાંધ્યું હોય, છતાં જો ઉદયાવલિકામાં પ્રવેશ થતાં પહેલાં તેના પર, સારું વર્તન રાખી કરણની અસર પહોંચાડીએ, તો તેમાંથી વખત-મુદત અને રસ બન્નેય ઘટે છે, અથવા તદ્દન નાશ થઈ, તે કર્મપ્રદેશો બીજા જ કર્મપ્રદેશોમાં ભળી જઈ સંક્રમ થઈ, બીજાની સાથે જ બીજારૂપે જ ભોગવાઈ જાય છે. એટલે ઉદયાવલિકામાં પ્રવેશ થયા પહેલાં હજુ કંઈક આપણા હાથમાં બાજી રહે છે. જો આપણું વર્તન સારું હોય, તો ભયંકર કર્મ પણ આપણા ઉપર પોતાની ભયંકર અસર ઉપજાવી શકતું નથી. અને જો આપણું વર્તન દષ્ટ હોય, તો ઓછું ભયંકર કર્મ પણ વધારે ભયંકર બનીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે. એટલે ભયંકર ફળરૂપે પણ તેને ભોગવવું પડે, એવો પ્રસંગ બને છે.
નિષેકમાં પહેલી ઉદયાવલિકામાં કર્મોનો જથ્થો વધારે આવે છે, પછીની ઉદયાવલિકાઓમાં ઓછા ઓછા આવે છે, તેનું કારણ તો હવે સમજ્યા હશો જ. પરંતુ પછી પછી કેટલા કેટલા ઓછા આવે છે ? તેનું લિસ્ટ આગળ ઉપર સમજાવીશું.
પ્રશ્નો
૧. નિષેક એટલે શું ?
૨. નિષેકની શરૂઆત ક્યારથી થાય ?
૩. નિષેક પહેલા કર્મની શી દશા થાય ?
૪. અબાધાકાળ અને નિષેક એ બેનો જુદો જુદો અર્થ સમજાવો. ૫. ઉદયાવલિકા એટલે શું ?
૬. નિષેકકાળનું બીજું નામ શું આપી શકાય ?
૭. નિષેકકાળ દરમ્યાન કેટલી ઉદયાવલિકા થાય ?