________________
આત્માનું સ્વરૂપ ૧૮૧ “કપડું જણાય છે, તેથી માણસ હોવું જોઈએ.” એ ભાન જ્ઞાનશક્તિથી.
માણસ જેવું તો લાગે છે, પણ કોણ હશે?” એ ઉપયોગ વખતે માણસને દર્શનશક્તિથી જાણ્યું. પણ “ઓહો, આ તો મિત્ર સુદર્શન છે.” આ ભાન જ્ઞાનશક્તિથી થયું સમજવું.
આ તો માત્ર અહીં ખ્યાલ જ આપ્યો છે. ખરી રીતે આ વિષયનું એક જુદું શાસ્ત્ર રચી શકાય. આ વિષયને લગતા સૂક્ષ્મ વિચારથી ભરેલા નંદિસૂત્ર વગેરે ગ્રંથો જૈન સાહિત્યમાં મોજૂદ છે. કોઈ વખતે આ શાસ્ત્રનો સાંગોપાંગ વિચાર આપણે કરીશું. દુનિયાના આપણા હંમેશના અનુભવ પરથી પણ આ શાસ્ત્રના ઘણા સિદ્ધાંતો નક્કી કરીશું.
૬. જગતના કોઈપણ પદાર્થનું જ્ઞાન દર્શનશક્તિ અને જ્ઞાનશક્તિથી થાય છે. પણ તે થયેલા જ્ઞાનમાં યથાતથ્યયુક્ત ને નિશ્ચયબળપ્રેરક ગુણને સમકિત-સમ્યક્ત, સમ્યગ્દર્શન વગેરે નામો આપેલાં છે.
આ શું? ભારે અટપટી ભાષામાં આપ બોલો છે.
ખરેખર, છે તો અટપટી ભાષા. પણ એવા શબ્દો સિવાય એ ગુણનો ખરો ખ્યાલ આપી શકવા માટે મારી પાસે બીજા શબ્દો નથી.
૭. સંયમશક્તિ-સદ્વર્તન-ચારિત્ર એ વગેરે આત્માના જ ગુણો છે.
૮. એ બધું સમજ્યા પણ જ્ઞાન, દર્શન, સમ્યગ્દર્શન અને ચારિત્ર એ ચાર ગુણોમાં પરસ્પર શો તફાવત ? તે જરા સમજાવશો.
જ્ઞાન અને દર્શનનો ભેદ તો જાણે તમે સમજ્યાં, પણ સમ્યગ્દર્શન અને જ્ઞાનનો ભેદ જરા સમજાવું. | સાંભળો ત્યારે
હંમેશ અનેક નવી જૂની બાબતો આપણા જાણવામાં આવે છે. તેમાંની બધી ખરી જ હોય એમ કેમ બને ! કોઈ ખોટી પણ હોય.
હા, એમ પણ હોય છે. વસ્તુ જે પ્રમાણે ન હોય તે પ્રમાણે જ્ઞાન થાય તે જ ખોટું જ્ઞાન.