________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૪૩
તેને લીધે તે તે અવાંતર શાસ્ત્રો પણ ઉત્પન્ન થાય છે.
કર્મોની અસરનું પૂર્વાપર અનુસંધાન રહેતું હોવાથી તેના અધિષ્ઠાનરૂપ એક આત્મતત્ત્વની પ્રતીતિ થાય છે. બાળક અવસ્થામાં કરેલી આર્થિક, સામાજિક, શારીરિક, નૈતિક, આધ્યાત્મિક કે એવી બીજી કોઈ ભૂલનું પરિણામ યુવાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં ભોગવવું પડે છે. એ વગેરે ઉપરથી સર્વના એક અધિષ્ઠાનરૂપ આત્મા અને તેના ગુણસ્વભાવનું વિવેચન કરનારું શાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે. લગભગ સરખી સગવડવાળા બન્ને આત્માઓ બહારથી જણાતા હોય અને સરખાં વિઘ્નોમાંથી બંને પસાર થતા હોય ત્યારે એક મુશ્કેલી વટાવી જાય છે અને બીજો તેનો ભોગ થઈ પડે છે. એ વગેરે અનેક દાખલાઓના સૂક્ષ્મ નિરીક્ષણ ઉપરથી કર્મની વિચિત્રતા સમજી શકાય છે. એટલે પછી કર્મવિચારને લગતું શાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું છે. અને તે નિયમો તુલનાત્મક દૃષ્ટિથી પૃથક્કરણ કરીને બરાબર ચોક્કસ ઠરાવેલા હોય છે. કેવળ હવાઈ કિલ્લો છે એમ સમજવાનું નથી. પૂર્વ પુરુષોએ નિપુણ બુદ્ધિનો ઉપયોગ કરીને જે નિયમો ઠરાવ્યા છે, તેના જ્ઞાનથી જગતના ઘણા અગમ્ય નિયમોનો આપણને બોધ થાય છે. એટલું જ નહીં પરંતુ આપણા જીવનમાં હેય-ત્યાજ્ય, અને ઉપાદેય-સ્વીકારવા યોગ્ય શું છે? તેનો પણ બોધ થાય છે અને એ બોધ જીવનની કટોકટીની મુશ્કેલી પ્રસંગે ઘણી મદદ કરે છે અને છેવટે આશ્વાસનભૂત તો થઈ જ પડે છે, હૃદયમાં વિવેકનો પ્રકાશ પાડે છે. અને ઘણી ભૂલોમાંથી બચાવી લઈ જાગ્રત કરે છે. એટલે આ શાસ્ત્ર કેટલું ઉપયોગી અને કલ્યાણકર છે એમ સમજીને તેનું અધ્યયન-અભ્યાસ કેટલો ઉપયોગી છે તે સમજાશે.
મોહનીયકર્મની અસર આપણે બહાર જોઈ શકીએ છીએ. એટલે કે મન ઉપર કઈ જાતની અસર થઈ છે ? તે બાહ્ય ચિહ્નો ઉપરથી જોઈ શકીએ છીએ, પરંતુ તેની સીધી અસર આત્મા ઉપર થાય છે. આત્માના ગુણોને આચ્છાદન કરે છે. તેનું પ્રતિબિંબ માત્ર બહાર જણાય છે. એટલે આ કર્મ પણ જીવવિપાકી છે.
૫. આયુષ્યકર્મ આત્માને સ્વતંત્રપણે ક્યાંય જવું હોય તો આ કર્મ તેને (૧) અમુક