________________
૨૮ કર્મ-વિચાર ભાગ-૧
તમને આ રંગના પાણીની કટોરી સૂક્ષ્મદર્શક યંત્રથી બતાવવામાં આવે, ત્યારે તે એક મોટા કુંડ જેવડી દેખાય, તેમાંથી તે જ વખતે તમને એક સોમવતી પાણીનું ટીપું લેવાનું કહેવામાં આવે, અને તે લેવાતું રંગના પાણીનું ટીપું સૂક્ષ્મદર્શક યંત્રથી જોતાં છતાં, તમે પહેલાં ધૂળની કણી જેવડી જે રંગની કરી લીધી હતી, તેવડું જ દેખાવું જોઈએ.
તો એવાં એવાં કેટલા રંગનાં ટીપાં એ કુંડમાંથી થઈ શકે ? સાહેબ ! તેનો તો પાર જ ન આવે.
'ઠીક, તમે આ રંગના પાણીમાંથી સૂક્ષ્મદર્શકયંત્રથી સોયના નાકા જેવડું જણાતું જે ટીપું જુદું મૂક્યું છે, તેના તમારી બુદ્ધિથી બે ભાગ કલ્પી શકો તેમ છો?
બસ, સાહેબ ! હવે હદ થઈ !
ગભરાશો નહીં. તેના પણ બારીકમાં બારીક ભાગ હોઈ શકે છે. બુદ્ધિથી–તીવ્રમાં તીવ્ર જ્ઞાન શક્તિથી–જેના બે ભાગ ન થઈ શકે, તેવડો જે બારીક ભાગ, તે પરમાણુ, પરમ-અણુ. પરમ એટલે અત્યંત છેવટનો બારીક અણુ.
કહો જોઈએ, આ ધૂળની કણીમાં તેવા પરમાણુ કેટલા હશે ? . તેની ગણતરી કરી શકાય તેમ નથી જ.
યાદ રાખજો, કે આ પાઠમાં ઉદાહરણ તરીકે બતાવેલા, કોટ, ઈંટ, માટી, રંગ વગેરે જડ છે.
આ રીતે આપણે જે જે જડ વસ્તુઓ જોઈએ છીએ, તેના નાશ પછી છેવટે તે પરમાણુરૂપે રહે છે.
પરમાણુ ઘણો જ બારીક છે. તેને આપણે આપણી આંખે કદી ન જ જોઈ શકીએ. પરંતુ તે છે ખરો, કેમકે તે ન હોય તો, આપણી નજરે દેખાતી કોઈ પણ ચીજ ન જ હોય. આપણી આંખથી ચાર, છ, આંગળ દૂર રજકણો ઊંડે છે, તે નજર ઠેરવીએ તો દેખાય છે, તેમાં પણ નાના મોટા તાંતણા દેખાય છે. તેના પણ ભાગ પડી શકે છે. એમ જેના બુદ્ધિથી ભાગ પણ ન