________________
સંગ્રહ ૧૩૩
પ્રડ-ઉદયાવલિકા એટલે ? ઉ0-જે વખતમાં કર્મોનો ઉદય ચાલુ રહે, તે વખત. પ્રવ-નિક એટલે ?
ઉ૦-અબાધાકાળ પૂરો થયા પછી જ તુરત શરૂઆત થઈ, ઉદયકાળ પૂરો થાય ત્યાં સુધીનો, કર્મનો ઉદયાવલિકામાં પ્રવેશ તે નિષેક.
પ્રવ-નિષેક એકધારો હોય છે, કે તેમાં ફેરફાર થાય છે?
ઉ૦-નિષેક શરૂ થતાં જ એકદમ કર્મ ઉદયમાં આવે છે, તેથી પ્રથમ ઉદયાવલિકામાં પ્રદેશોનો જથ્થો વધારે આવે છે, પણ ક્રમે ક્રમે, પ્રદેશોનો જથ્થો ઓછો ઓછો થતાં થતાં છેવટે તદ્દન ઓછો થતો હોય છે.
પ્રવે-સત્તા એટલે?
ઉ૦-વિદ્યમાનતા. કાર્મણવર્ગણાની કર્મ તરીકેની વિદ્યમાનતા. જે સમયે કર્મનો બંધ થાય, ત્યાંથી માંડીને ઉદયની છેલ્લી અવસ્થા સુધી તેનું નામ કર્મ કહેવાય. ત્યાર પછી, તે કાર્મણવર્ગણા કહેવાય છે, જેટલા વખત સુધી કાર્મણવર્ગણા કર્મ કહેવાય છે, તેટલા જ વખત સુધી કર્મની સત્તા કહેવાય છે.
પ્ર-સત્તામાં શું શું થાય ?
ઉઠ-બંધ, સંક્રમ વગેરે કરણો અબાધાકાળ અને નિષેકરચના, એ બધું સત્તામાં જ થાય છે.
પ્રવે-એક મુહૂર્તની આવલિકા કેટલી ? ઉ0-એક કરોડ, સડસઠ લાખ, સિત્યોતેર હજાર, બસે ને સોળ.
પ્ર૮-એક મિનિટની આવલિકા કેટલી ? આ ઉ0-ત્રણ લાખ, ઓગણ પચાસ હજાર, પાંચસોને પચીસ લગભગ આવલિકા થાય.
પ્ર-જે વખતે એક કરણની અસર ચાલુ હોય છે, ત્યારે બીજા કરણની પણ અસર ચાલુ હોય કે નહીં ?
ઉ૦-જે વખતે એક કરણ ચાલુ હોય, તે જ કરણ બીજા કર્મ તરફ