________________
ર૬૦ કર્મ-વિચાર ભાગ-૩
તે અહીં *ન સમજાવતાં આગળ ઉપર પ્રસંગે સમજાવીશું. તો પણ એટલું યાદ રાખવાનું કે છેલ્લાં બે શરીર આત્માથી કદી છૂટાં પડતાં નથી. એ બે શરીરથી તદ્દન મોક્ષ થાય, ત્યારે જ આત્માનો મોક્ષ થાય છે, બિચારો આ
જાળમાંથી è છે. એટલે એક જન્મમાંથી બીજા જન્મમાં જતી વખતે એ બે શરીરો તો સાથે હોય જ છે. તેના બળથી નવા જન્મમાં બધી નવી જીવનસૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે.
૪. અંગોપાંગનામકર્મ– - આ કર્મ શરીરના અંગોપાંગનું નિયામક છે. જો આ કર્મ ન હોય, તો આપણું શરીર માત્ર એક ગોળમટોળ દડા જેવું થાય. પરંતુ તેમાં હાથ, પગ, માથું વગેરે અવયવો જોવામાં આવે છે, તે આ કર્મને લીધે છે. જો કે, કયા અવયવો ક્યાં જોઈએ? તે નિર્માણ નામકર્મ નક્કી કરી આપે છે, અને તે અવયવોના ઘાટ તથા મજબૂતી, સંસ્થાન અને સંવનન નામકર્મ નક્કી કરી આપે છે. તથા રંગ વગેરે વર્ણ નામકર્મ વગેરે નક્કી કરી આપે છે. શરીરનામકર્મે બધો કાચો મસાલો તૈયાર કર્યો હોય છે. પરંતુ “આ પ્રાણીને અમુક અમુક અંગો ફૂટવાં જોઈએ” એ કામ આ અંગોપાંગનામકર્મ નક્કી કરી આપે છે. તૈજસુ અને કાશ્મણ શરીરને અંગોપાંગો નથી હોતાં. પરંતુ પ્રથમના ત્રણ શરીરને હોય છે. કયા પ્રાણીને કયાં અંગોપાંગો હોય છે ? કેટલાં હોય છે? એ વિશે ઘણી જ વિચિત્રતા છે. પરંતુ સામાન્ય રીતે નીચે પ્રમાણેનાં અંગોપાંગો હોય છે.
અંગો-૨ હાથ, ૨ પગ, ૧ માથું, ૧ પેટ, ૧ છાતી, ૧ પીઠ. અંગ એટલે મોટાં અંગો.
ઉપાંગોઆંગળા, નાક, કાન વગેરે વગેરે નાનાં અંગો.
અંગોપાંગોવાળ, દાંત, નખ વગેરે વગેરે નાના અવયવો. અંગોયે નહીં, ને ઉપાંગોયે નહીં. પણ તેના જેવા, તે અંગોપાંગો.
૬૩. ૧૫. ૧. ઔદારિકસંગોપાંગનામકર્મ. ઔદારિકશરીરમાં અંગોપાંગ ઉત્પન્ન કરાવનાર આ કર્મ છે. * શરીર, બંધન, સંઘાતન અને પર્યાપ્તિ નામકર્મ માટે વિસ્તારથી સમજાવવાની તૈયારી
કરી હતી. પરંતુ પુસ્તક અને સામગ્રી જોતાં અહીં સંક્ષેપમાં આપવું ઉચિત ગણેલ છે.