________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૫૯ ઉત્પન્ન થતાની સાથે જ દરેક નામકર્મો શરીરની બનાવટમાં પહેલેથી જ પોતપોતાની અસર કરવા માંડે છે, અને તે અસર પછી પરિણામે બહાર તેની અસર કેવી જણાય છે, તે હવે બરાબર સમજાશે.
૩. શરીરનામકર્મ–
આ કર્મ, કર્મવિચાર પહેલા ભાગમાં જણાવેલી સોળ વર્ગણામાંની શરીરને યોગ્ય પાંચ વર્ગણામાંથી યથાયોગ્ય વર્ગણા ગ્રહણ કરવાનો હક્ક આપે છે. અને શરીર ટકી રહે ત્યાં સુધી તે પ્રમાણે વર્ગણા ગ્રહણ કરવાનો હક્ક આપ્યું જાય છે જેમાંથી પાંચ શરીર બને છે.
૫૮. ૧૦. ૧. ઔદારિકશરીરનામકર્મ–ઔદારિક વર્ગણામાંથી બનાવવામાં આવતું મનુષ્ય તથા તિર્યંચોનું શરીર ઔદારિક શરીર કહેવાય છે. અને તે બનાવવા માટે જીવન પર્યત વર્ગણાઓ આપનાર આ કર્મ છે.
૫૯. ૧૧. ૨. વૈક્રિયશરીરનામકર્મ–વૈક્રિય વર્ગણામાંથી બનાવવામાં આવતું સામાન્ય રીતે દેવો અને નારકોનું શરીર વૈક્રિય શરીર કહેવાય છે. તે બનાવવા માટે જીવન પર્યત વર્ગણાઓ અપાવનાર આ કર્મ છે.
૬૦. ૧૨. ૩. આહારકશરીરનામકર્મ–આહારક વર્ગણામાંથી બનાવવામાં આવતું, ચતુર્દશ પૂર્વધરોને ખાસ કામ પ્રસંગે ઉપયોગનું, લગભગ એક હાથ પ્રમાણનું શરીર, તે આહારક શરીર કહેવાય છે. અને તે બનાવવા માટે અંતર્મુહૂર્ત સુધી વર્ગણાઓ અપાવનાર આ કર્મ છે.
- ૬૧. ૧૩. ૪. તૈજશરીરનામકર્મ–તૈજસ વર્ગણામાંથી આ શરીર બને છે. અને તે શરીર આખા શરીરમાં વ્યાપી રહેલું હોય છે. શરીરમાં તેમ જ જઠરમાં રહેતી ગરમી આ શરીરને લીધે હોય છે. તૈજસ્ શરીર બનાવવા માટે આ કર્મ વર્ગણા અપાવવાનું કામ કરે છે.
૬૨. ૧૪. ૫. કામણશરીરનામકર્મ-કાશ્મણ શરીર કાર્પણ વર્ગણામાંથી બને છે. બધા કર્મો જ આ શરીરરૂપે પરિણામ પામે છે, એમ કહીએ તો ચાલે. કાર્પણ શરીર પણ આખા શરીરમાં વ્યાપેલ હોય છે. કાર્પણ શરીર બનાવવા માટે આ કર્મ વર્ગણાઓ અપાવે છે.
આ પાંચ શરીરને માટે વિગતવાર ઘણું સમજાવવા જેવું છે, પરંતુ ,