________________
૩૨ કર્મ-વિચાર ભાગ-૧
થાય, એ તો બરાબર સમજ્યા ને ? હા, જી !
હવે એક વાત યાદ રાખો, જેમ જડ વસ્તુઓ ભાંગવાથી પરમાણુઓ છૂટા પડે છે, તેમ જ પરમાણુઓ એકઠા થવાથી જડ વસ્તુઓ બને છે. એટલે સંયોગ પામવો—જોડાવું અને છૂટા પડવું–વિયુક્ત થયું. એવા બે સ્વભાવ (ગુણ)પરમાણુઓમાં હોય છે.
એ સ્વભાવ-ગુણનું નામ સંયોગ અને વિભાગ. આ ગુણને લીધે એક પરમાણુ બીજા પરમાણુ સાથે મળે, ત્યારે તેનું નામ ણુક ન્ય કહેવાય, ત્રણ પરમાણુઓ મળે, તેનું નામ ઋણુક સ્કન્ધ, અને ચાર પરમાણુઓ મળે તેનું નામ ચતુરણુક ન્ધ કહેવાય.
આ ઉપરથી બધા પરમાણુઓ છૂટા છૂટા જ છે. એમ ન માનવું. કેટલાક પરમાણુ છૂટા છૂટા છે, ને કેટલાક વધારે પરમાણુઓ મળીને, આખા ભાગ (સ્ક) બનેલા છે. એક છૂટો પરમાણુ હોય, તેને પરમાણુ કહેવામાં આવે છે. અને બેથી માંડીને જેટલા પરમાણુ એકઠા થાય, તેના જથ્થાને સ્કન્ધ કહેવાય છે.
ચણુક - જેમાં બે પરમાણુ હોય, તેવો સ્કંધ.
ઋણુક - જેમાં ત્રણ પરમાણું હોય, તેવો સ્કંધ.
ચતુરણુક જેમાં ચાર પરમાણુ હોય એવો સ્કંધ. એવી રીતે પંચાણુક, ષડણુક, સપ્તાણુક વગેરે વગેરે.
î
જથ્થો.
-
=
મુદ્દા
૧. પરમાણુઓ જગતમાં “અનંત અનંત” છે.
૨. એક એક છૂટા પરમાણુઓ છે.
૩. પરમાણુઓ મળવાથી સ્કંધ થાય છે.
૪. બે ૫૨માણુ, ત્રણ પરમાણુ, ચાર પરમાણુ મળીને ચણુક, ઋણુક, ચતુરણુક થાય છે. તેવી જ રીતે પંચાણુક, ષડણુકથી માંડીને અનંત અનંત પરમાણુઓનો એક અનંતાણુક સ્કંધ બને છે.