SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હશે. પાઠ ૭મો આખી વસ્તુ – સ્કંધો ગયા પાઠમાં, પરમાણુ એ શું છે ? તે કાંઈક તમારા ખ્યાલમાં આવ્યું હા, જી ! ઠીક, સાંભળો. ખુરશી, ટેબલ, કાગળ, મકાન, ઝાડ, પર્વત, પાણી, ખડિયા, હોલ્ડર, પેન, સ્લેટ વગેરે જે જે વસ્તુઓ તમે જુઓ છો, પહેલાં પણ કોઈ વખતે જોઈ હોય, તેમ જ જુદા જુદા સ્થળની જે જે ચીજોનાં નામ સાંભળ્યાં હોય, તે દરેક ચીજોના ભાગ પાડી શકાય કે ? હા, તે દરેકના ભાગ પાડી શકાય. સારું. ધારો કે તે દરેક ચીજોનો ભૂકો કરીએ, ને છેવટે દરેકના પરમાણુએ પરમાણુ છૂટા કરીએ, ને તે પરમાણુઓનો એક મોટો ઢગલો કરીએ, તો તે પરમાણુઓ કેટલા થાય ? વારુ ! અધધધ, કોઈ પાર વિનાના થઈ પડે. જે જે મોટી મોટી (સ્થૂલ) ચીજો જોઈ હોય, તેનો ભૂકો કરી પરમાણુઓનો તમે ઢગલો કર્યો છે. તેવી જ રીતે બીજા પણ છૂટાછવાયા ઊડતા રજકણો કપડાંની રુવાંટીઓ, સૂક્ષ્મ વરાળ, ધુમાડો વગેરે ઊડતાં હોય છે. તેમાંથી પણ પરમાણુઓ છૂટા પાડો. તમારા કોટને બ્રશથી ઘસો. જુઓ, તેમાંથી રુવાંટી ઊડતી જણાય છે. તેનું એક સરખું માપ નથી. કોઈ રુવાંટી નાની છે, કોઈ મોટી છે, તેમ જ .કોઈ પરમાણુરૂપે થઈને ઊડી પણ જતી હશે. તેવી જ રીતે ઘણી
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy